Breaking News : ગુજરાતમાં ચાલુ વર્ષે મોટા પાયા પર થશે પોલીસ ભરતી, ગૃહ વિભાગે નવી 8 હજાર ભરતીની કરી જાહેરાત

|

Mar 21, 2023 | 3:11 PM

Gandhinagar News : ગૃહ વિભાગે નવી 8 હજાર પોલીસ જવાનોની ભરતી થશે તેવી જાહેરાત કરી છે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે મોટાપાયે પોલીસ ભરતીનું આયોજન ગુજરાત સરકાર તરફથી થઇ રહ્યુ છે. ગૃહ વિભાગે નવી 8 હજાર પોલીસ જવાનોની ભરતી થશે તેવી જાહેરાત કરી છે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સમગ્ર મામલે વિધાનસભામાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. ભરતીની જાહેરાતને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવકારી છે.

વિધાનસભામાં વિવિધ માગણીઓ પર કરવામાં આવી ચર્ચા

ગુજરાત વિધાનસભામાં અલગ અલગ માગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગમાં ભરતીને લઇને માગણી હતી તેમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે જ પોલીસ વિભાગમાં 8 હજાર ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ ઇ વ્હીકલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે જ સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતી રાખવાની કામગીરી અંગેની વાત પણ ગૃહ રાજ્ય મંત્રીએ કરી હતી.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિર્ણયને આવકાર્યો

બીજી તરફ ભરતીની જાહેરાતને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવકારી છે. રાજ્ય સરકારની જાહેરાત ઉત્સાહવર્ધક હોવાનું નિવેદન યુવરાજસિંહ જાડેજાએ આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે પરીક્ષા સંબંધિત નોટિફિકેશન જાહેર કરવું જોઇએ. જાહેરાત માત્ર જાહેરાત ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવે. જાહેરાતનું અમલીકરણ ઝડપી થવુ જોઈએ.

Published On - 2:55 pm, Tue, 21 March 23

Next Video