ગાંધીનગર: ટ્રસ્ટની જમીનને બિનખેતી કરવાની મળશે મંજૂરી, બજેટ સત્રમાં સરકાર લાવશે જમીન કાયદા સુધારા બીલ

|

Jan 31, 2024 | 7:14 PM

જમીન બિનખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી. કેટલાકને અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નહોતો. ત્યારે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારો કરાશે. નવા કાયદાને કારણે 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે.

ગુજરાત સરકાર બજેટ સત્રમાં જમીનના કાયદામાં સુધારા બીલ લાવશે. ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં હાલ 3 જુદા-જુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. કલમમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવા મંજૂરી અપાશે.

જમીન બિનખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી. કેટલાકને અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નહોતો. ત્યારે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારો કરાશે. નવા કાયદાને કારણે 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે. તો ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રની સંસ્થા જમીન બિનખેતી કરી શકાશે.

આ પણ વાંચો ગાંધીનગર વીડિયો: લોકસભા ચૂંટણીને લઈને ભાજપે શરુ કર્યો બેઠકોનો દોર, ગાંધીનગર લોકસભા વિસ્તારની પ્રથમ બેઠક મળશે

Published On - 6:12 pm, Tue, 30 January 24

Next Video