ગુજરાત સરકારની મોટી જાહેરાત, શાળાઓની ફીનો વિવાદ ટાળવા નવી સમિતિ બનાવશે

|

Apr 29, 2022 | 8:52 PM

ગુજરાત સરકાર ટૂંક સમયમાં પરિપત્ર પણ બહાર પડાશે.તો સરકારે સુનાવણી દરમિયાન કહ્યું કે ફી નિર્ધારણનો(Fee) કાયદો બાળકો અને વાલીઓના હિતમાં લેવાયો છે.ખાનગી શાળાઓ નફાખોરી ન કરે તે માટે ફી નિર્ધારણ સમિતિ બનાવી હતી.આ અંગે આગામી 2 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

ગુજરાતમાં(Gujarat)  ખાનગી શાળાઓની(Private School)  ફીનો વિવાદ(Fee) ટાળવા રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.ખાનગી શાળાની ફી નિર્ધારણ સમિતિઓમાં મુદ્દાઓની એકસૂત્રતા જાળવવા સરકાર નવી સમિતિ બનાવશે.ખાનગી શાળાઓમાં ફીનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યાં હતો.જ્યાં સુનાવણી દરમિયાન ખાનગી શાળાના સંચાલકોએ આક્ષેપ કર્યો હતો કે ફી નિર્ધારણ સમિતિમાં મુદ્દા આધારિત નિર્ણયોમાં એકસૂત્રતા નથી.દરેક જિલ્લામાં ખર્ચ બાબતે અલગ અલગ ધારાધોરણો છે.જેની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ કહ્યું કે ફી નિર્ધારણ સમિતિઓમાં મુદ્દાઓની એકસૂત્રતા જાળવવા સરકાર એક સમિતિની નિમણૂક કરશે અને જિલ્લા કક્ષાએ ફી નિર્ધારણ સમિતિઓમાં એકસૂત્રતા માટે સરકાર SOP બનાવશે.

આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર પણ બહાર પડાશે.તો સરકારે સુનાવણી દરમિયાન કહ્યું કે ફી નિર્ધારણનો કાયદો બાળકો અને વાલીઓના હિતમાં લેવાયો છે.ખાનગી શાળાઓ નફાખોરી ન કરે તે માટે ફી નિર્ધારણ સમિતિ બનાવી હતી.આ અંગે આગામી 2 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો : Surat : ઉનાળુ વેકેશનમાં વધતી ધરફોડ ચોરી અંગે સતર્ક રહેવા લોકોને પોલીસની અપીલ

આ પણ વાંચો :  Mehsana: ખેરાલુ તાલુકામાં પાણી મુદ્દે ખેડૂતો આકરા પાણીએ, 30 ગામના લોકોનો નિર્ણય ‘પાણી નહીં તો મત નહીં’નો નિર્ણય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:48 pm, Fri, 29 April 22

Next Video