ગુજરાત સરકારે ધર્માંતરણ પર કડક કાયદો બનાવવાની માગનું સુપ્રિમ કોર્ટમાં સમર્થન કર્યું

|

Dec 03, 2022 | 9:02 PM

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં બળજબરીથી કે લોભામણી રીતે ધર્માંતરણના કેસમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં સરકારે દેશમાં ધર્મ પરિવર્તન પર કડક કાયદો બનાવવાની માંગને સમર્થન આપ્યું હતું. ગુજરાત સરકારે કહ્યું કે તેમણે રાજ્યમાં ધર્મ પરિવર્તનને રોકવા માટે કાયદો પસાર કર્યો છે.

ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં બળજબરીથી કે લોભામણી રીતે ધર્માંતરણના કેસમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં સરકારે દેશમાં ધર્મ પરિવર્તન પર કડક કાયદો બનાવવાની માંગને સમર્થન આપ્યું હતું. ગુજરાત સરકારે કહ્યું કે તેમણે રાજ્યમાં ધર્મ પરિવર્તનને રોકવા માટે કાયદો પસાર કર્યો છે. ગુજરાત સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ધર્મની સ્વતંત્રતાના અધિકારમાં લોકોને બળજબરીથી અથવા લાલચ આપીને ધર્માંતરણ કરવાના મૂળભૂત અધિકારનો સમાવેશ થતો નથી. ધર્મની સ્વતંત્રતાના અધિકારમાં અન્ય લોકોને કોઈ ચોક્કસ ધર્મમાં ફેરવવાનો મૂળભૂત અધિકાર સામેલ નથી.

આ ઉપરાંત ગુજરાત સરકારે કહ્યું છે કે બળજબરીપૂર્વકનું ધર્મ પરિવર્તન એ માત્ર દેશ માટે જ નહીં, પણ દેશની સામાન્ય નાગરિકની ધાર્મિક માન્યતાઓ અને આસ્થા માટે પણ મોટો ખતરો છે. મૂળભૂત અધિકારો અંતર્ગત છેતરપિંડી, બળજબરી, પ્રલોભન અથવા આવા અન્ય માધ્યમો દ્વારા વ્યક્તિને રૂપાંતરિત કરવાનો અધિકાર સામેલ નથી.

 

Published On - 8:59 pm, Sat, 3 December 22

Next Video