ગુજરાતમાં ઉદ્યોગોને ફરજીયાત એક દિવસ રજા રાખવા આદેશ કરાયો

|

Mar 30, 2022 | 10:35 PM

ગુજરાતમાં ખેડૂતેને આપવામાં આવતી વીજળીનો મુદ્દો ઘણા દિવસથી ગરમાયો છે. ત્યારે GUVNLના ડાયરેક્ટરે રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓને પત્ર લખીને ઉદ્યોગોમાં ફરજિયાત એક રજા રાખવા આદેશ કરાયો છે. આ ઉપરાંત સંબંધિત એજન્સીઓને આદેશનું કડકપણે પાલન કરવાની પણ સૂચના આપી છે.

ગુજરાતમાં(Gujarat) વીજળીની કટોકટી(Power Crisis) નિવારવા સરકારે વચગાળાનો ઉકેલ શોધી કાઢયો છે.ગુજરાતના ઉદ્યોગોમાંથી (Industries) વીજળીનો પુરવઠો બચાવીને ખેડૂતોને આપવા મહત્વનો નિર્ણય લેવાયો. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં જુદા-જુદા દિવસે ઉદ્યોગોને રજા રાખવા આદેશ કરાયો છે. GUVNLના ડાયરેક્ટરે રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓને પત્ર લખીને ઉદ્યોગોમાં ફરજિયાત એક રજા રાખવા આદેશ કરાયો છે. આ ઉપરાંત સંબંધિત એજન્સીઓને આદેશનું કડકપણે પાલન કરવાની પણ સૂચના આપી છે.ગુજરાતમાં ખેડૂતેને આપવામાં આવતી વીજળીનો મુદ્દો ઘણા દિવસથી ગરમાયો છે.ખેડૂતોનો આરોપ છે કે સરકાર તેમને ઓછા કલાકો વીજળી આપે છે.ધરણા-પ્રદર્શન વચ્ચે રાજ્યમાં વીજ સમસ્યા ઉકેલાઈ હોવાનો સરકારે દાવો કર્યો છે.વિધાનસભા ગૃહમાં ઊર્જાપ્રધાન કનુ દેસાઈએ દાવો કર્યો કે, તમામ 8 ઝોનમાં વીજળી આપવામાં આવી છે.

500 મેગાવોટ ઉદ્યોગમાં વીજકાપ કરવામાં આવશે

ગુજરાતને 2500 મેગાવોટ વિન્ડ પાવર મળ્યો છે સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, 500 મેગાવોટ ઉદ્યોગમાં વીજકાપ કરવામાં આવશે.ઉદ્યોગોમાં જે વીજકાપ કર્યો છે તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે.રાજ્યમાં અનિયમિત વીજળી મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને પુરતી વીજળી મળે તેવી માગ ઉઠી છે.ત્યારે વિધાનસભા ગૃહમાં પણ ખેડૂતોને મળતી વીજળી મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રિબડીયા રજૂઆત કરતા કહ્યું, એસીને કાપો અને ખેતીને આપો, ખેતી વગર જીવાશે નહીં અને એસી વગર જીવાશે.ગૃહમાં ચર્ચા દરમિયાન તેમણે કહ્યું, લોકો એસી વગર જીવી શકે છે પરંતુ ખેતી વગર નહીં જીવાય.ઉદ્યોગોમાં સાધનો માટે સૌથી વધુ ACનો ઉપયોગ થાય છે

આ પણ વાંચો :  ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો :  Gujarat Assembly Election 2022: કોંગ્રેસ માધવસિંહ સોલંકીની ખામ થીયરી જેવી PODAM થીયરી લાવશે

Published On - 10:34 pm, Wed, 30 March 22

Next Video