Gandhinagar Video : ઝવેરી કમિશનના રિપોર્ટ પર ચર્ચા કરવા મુખ્યપ્રધાને સાંજે 5 વાગે બોલાવી બેઠક, ભલામણો પર અભ્યાસ કરવા માટે સરકારે બનાવી કમિટી

Gandhinagar Video : ઝવેરી કમિશનના રિપોર્ટ પર ચર્ચા કરવા મુખ્યપ્રધાને સાંજે 5 વાગે બોલાવી બેઠક, ભલામણો પર અભ્યાસ કરવા માટે સરકારે બનાવી કમિટી

| Edited By: | Updated on: Aug 23, 2023 | 4:09 PM

ઝવેરી કમિશનના રિપોર્ટ પર ચર્ચા કરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આજે સાંજે 5 વાગે બેઠક બોલાવી છે. રિપોર્ટ સોંપ્યાના ચાર મહિના બાદ સરકાર પ્રથમ બેઠક કરી રહી છે. OBC અનામત (reservation) મુદ્દે ગઈકાલે યોજાયેલા ધરણા બાદ સરકાર હરકતમાં આવી છે.

 Gandhinagar : આખરે ઝવેરી કમિશનના (Zaveri Commission)રિપોર્ટને લઈને રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. ઝવેરી કમિશનના રિપોર્ટ પર ચર્ચા કરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આજે સાંજે 5 વાગે બેઠક બોલાવી છે. રિપોર્ટ સોંપ્યાના ચાર મહિના બાદ સરકાર પ્રથમ બેઠક કરી રહી છે. OBC અનામત (reservation) મુદ્દે ગઈકાલે યોજાયેલા ધરણા બાદ સરકાર હરકતમાં આવી છે. ત્યારે હવે કમિશનની ભલામણો પર અભ્યાસ કરવા માટે સરકારે કમિટી બનાવી છે. કમિટીમાં ભાનુબેન બાબરીયા, કુંવરજી બાવડીયા, બચુભાઇ ખાબડ, જગદીશ પંચાલ તથા ઋષિકેશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Surat Video : દુષ્કર્મના આરોપી સલમાનને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા, 16 વર્ષની સગીરાનું અપહરણ કરી આચર્યું હતું દુષ્કર્મ

રાજ્ય સરકારે જુલાઈ 2022માં સ્વતંત્ર પંચની રચના કરી હતી. હાઇકોર્ટના નિવૃત જજ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી હતી. ચેરમેનની સાથે સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી હતી. પંચ રચાયુ ત્યારે 90 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત હતી. જે પછી 13 એપ્રિલ 2022એ પંચે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હતો.

આટલી ચૂંટણી અટકી છે

OBC અનામત જાહેર ન થતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અટકી હતી. 7100 ગ્રામ પંચાયતમાં ચૂંટણી અટકી છે. તો 75 નગરપાલિકા, બે જિલ્લા પંચાયતમાં ચૂંટણી અટકી છે. 18 તાલુકા પંચાયતની પણ ચૂંટણી નથી થઈ. ચૂંટણી નહીં થતાં અહીં વહીવટદારનું શાસન ચાલી રહ્યુ છે. મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજમાં OBC 10 ટકા અનામત મળે છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us