Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામતને (OBC reservation) લઈ મહત્વના સમાચાર છે. 27 ટકા ઓબીસી અનામતનું વિધેયક તૈયાર થઈ ગયું છે. મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરતું વિધેયક તૈયાર કરાયું છે. 15 સપ્ટેમ્બરે આ વિધેયકને કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ (Rushikesh Patel) વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.
વિધેયકમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ-5ની પેટા કલમ 6માં સુધારવાની જોગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ છે. આ ઉપરાંત તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય તે અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો