સાણંદમાં કમકમાટીભરી ઘટના, માતા સહિત બે બાળકોનું તળાવમાં ડૂબવાથી મૃત્યુ

સાણંદમાં કમકમાટીભરી ઘટના, માતા સહિત બે બાળકોનું તળાવમાં ડૂબવાથી મૃત્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 8:47 PM

સાણંદના મોરૈયા ગામે તળાવમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ સમગ્ર દુર્ઘટનામાં માતા અને બે બાળકો ડૂબ્યા હતા. તેમજ તેમના પાણીમાં ડૂબી જવાથી અવસાન થયું છે.

ગુજરાતમાં  ઉત્તરાયણ(Uttarayan)  પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના સાણંદમાં(Sanand)  એક દુખદ ઘટના સામે આવી છે. જેમાં સાણંદના મોરૈયા ગામે તળાવમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ સમગ્ર દુર્ઘટનામાં માતા અને બે બાળકો ડૂબ્યા હતા. તેમજ તેમના પાણીમાં ડૂબી જવાથી અવસાન થયું છે.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ એક બાળક પતંગ પકડવા જતાં તળાવમાં ડૂબી રહ્યું હતું. જ્યારે આ બાળકને ડૂબતો જોતાં તેને બચાવવા માટે બીજો બાળક અને તેની માતા પણ તેમને બચાવવા માટે તળાવમાં પડ્યા હતા. જો કે આ બંને પણ પ્રથમ બાળકને બચાવી શકયા ન હતા.

જો કે કમનસીબે ત્રણે લોકોના તળાવમાં ડૂબવાથી મૃત્યુ થયા છે.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે આઅ  મૃતદેહને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો : Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો

આ પણ વાંચો :  Chhota Udepur: પાવી જેતપુરમાં એક સાથે 13 લોકો કોરોના પોઝિટીવ, બેંકના 4 કર્મચારી પણ સામેલ

g clip-path="url(#clip0_868_265)">