ગુજરાત સરકારની જાહેરાત: ડિસેમ્બર 2024 સુધીમાં 24700 શિક્ષકોની કરાશે ભરતી

| Edited By: | Updated on: Jul 03, 2024 | 5:53 PM

રાજ્યમાં શિક્ષકોની જે નવી ભરતી કરવામાં આવનાર છે તે પૈકી ટેટ-1 અને ટેટ-2માં કુલ 17200 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ અત્યાર સુધીની સૌથી મોટી ભરતી હોવાનો દાવો, સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સમયે, ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવાર-શિક્ષકોએ ભરતીને લઈને આંદોલન કર્યું હતું. 

ગુજરાત સરકારે શિક્ષણ વિભાગને લગતો મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય અનુસાર આગામી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ 24700 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. નવા શિક્ષકોની ભરતી માટેના કામને કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યમાં શિક્ષકોની જે નવી ભરતી કરવામાં આવનાર છે તે પૈકી ટેટ-1 અને ટેટ-2માં કુલ 17200 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ અત્યાર સુધીની સૌથી મોટી ભરતી હોવાનો દાવો, સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સમયે, ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવાર-શિક્ષકોએ ભરતીને લઈને આંદોલન કર્યું હતું.

ગાંધીનગરમાં છેડાયેલા શિક્ષકોના આંદોલન બાદ રાજ્ય સરકારે ટેટ પાસ શિક્ષકોની નવી ભરતીની જાહેરાત કરી હતી. પરંતુ આજે તેને વિધિવત્ત રીતે મંજૂરી આપવામાં આવી છે.