કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલમાં કેટલો ભાવ ઘટાડ્યો? કુલ કેટલી રાહત સામાન્ય માણસને મળશે?
રાજ્ય અને કેન્દ્ર એમ બંને સરકારોએ સામાન્ય માણસોને દિવાળી ભેટ કહી શકાય એવો નિર્ણય કર્યો છે. આ વર્ષે ઇંધણમાં ધરખમ વધારા બાદ ચાલો જાણીએ કુલ કેટલી રાહત સામાન્ય માણસને મળશે.
પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે મોંઘવારીથી ત્રસ્ત પ્રજા માટે દિવાળીમાં સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી દેવાના કારણે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલમાં 7-7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં આશરે રૂ.12 અને ડીઝલમાં આશરે રૂ.17 નો ઘટાડો થયો છે.
આ નવા ભાવ આજથી લાગૂ થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા બાદ રાજ્ય સરકારોને પણ ડ્યુટી ઘટાડવા અપીલ કરાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને વડાપ્રધાનના પેટ્રોલ -ડીઝલના ભાવ ઘટાડાને આવકાર્યો હતો. સાથે રાજ્ય સરકાર પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાનો 7-7રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. હાલ અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ અંદાજે 94 રૂપિયા તો ડીઝલ 93 રૂપિયા પ્રતિ લિટર થયો છે. તો અન્ય શહેરોમાં પણ આ મુજબ ભાવ જોવા મળશે.
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
