Breaking News : પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન, વન્યજીવ સુરક્ષા સામે પડકાર
ગુજરાતના વન રક્ષકો અને વનપાલ ગાંધીનગરમાં હડતાળ પર ઉતર્યા છે. પગાર વધારો, મહેકમમાં સુધારો અને સીધી ભરતી બંધ કરવા સહિતની પાંચ મુખ્ય માંગણીઓને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગાંધીનગરમાં ગુજરાત વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે. વન રક્ષકો અને વનપાલ સહિતના કર્મચારીઓ તેમની પાંચ મુખ્ય માંગણીઓને લઈને રજા પર ઉતર્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં પગાર, ભથ્થા, મહેકમમાં સુધારો અને સીધી ભરતી બંધ કરવાનો સમાવેશ થાય છે. વન રક્ષકો છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
આ હડતાળને પગલે સિંહોની સુરક્ષા અને વન વિભાગની દૈનિક વહીવટી કામગીરી પર ગંભીર અસર થવાની સંભાવના છે. જંગલ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ અને દેખરેખ માટે વનકર્મીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હાલની સ્થિતિમાં તેમની હડતાળને કારણે વન વિભાગ સામે કામગીરી જાળવી રાખવાનો પડકાર ઊભો થયો છે. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે.
કિસ્મત હોય તો આવી! જમીન પર એક ચમકતો તણખો દેખાયો.. ખોદવા પર નીકળ્યું 1.2 Cr નું સોનું
