ગાંધીનગર વીડિયો : રાજ્ય સરકારનો ખેડૂત માટે મહત્વનો નિર્ણય, સરફેસ વોટરનો ઉપયોગ કરનાર ખેડૂતને મળશે વધુ એક વીજ જોડાણ
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પણ ગુજરાતના ખેડૂતો વરસાદના પાણીનો ઉપયોગ કરે છે. તે તમામ ખેડૂતોને રાજય સરકાર વધુ એક વીજ જોડાણ આપવામાં આવશે. બનાસકાંઠાના ડિસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા ઉર્જા પ્રધાનને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક વીજ કનેક્શન આપવા રજુઆત કરી હતી.
ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે ખેડૂત તેના ખેતરમાં વરસાદી પાણીનો ઉપયોગ કરતા હશે તેવા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડિસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા ઉર્જા પ્રધાનને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક વીજ કનેક્શન આપવા રજુઆત કરી હતી.
સરકારના આ નિર્ણય સાથે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો, ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુ ખેડુતોને વધુ એક વીજ જોડાણ આપવામાં આવશે.તેમજ ખેડૂતોને વીજબીલમાં પણ ફાયદો થાય છે.સરકારના આ નિર્ણયનો અમલ કરવાથી ભૂગર્ભજળનો મોટા પાયે બચાવ થશે.
Published on: Nov 17, 2023 12:37 PM