ભાવનગરમાં પેપર ચોરી બાદ રદ કરાયેલી ધોરણ સાતની બે પરીક્ષા 29 અને 30 એપ્રિલના રોજ યોજાશે

|

Apr 22, 2022 | 8:22 PM

ભાવનગરની(Bhavnagar) શાળામાંથી ધોરણ 7ના પેપર ચોરી થવા મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે..ત્યારે આ અંગે પરીક્ષા નિયામકે નિવેદન આપ્યું..અને કહ્યું કે સીલબંધ પેકેટમાંથી ધોરણ 7 ના પેપરની 3-3 નકલની ચોરી હતી

ગુજરાતમાં(Gujarat) ધોરણ 7ની રદ કરાયેલી પરીક્ષા(Exam)હવે આગામી 29 અને 30 એપ્રિલે યોજાશે. રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામકે તે અંગેનો પરિપત્ર જાહેર કર્યો. આ પૂર્વે ભાવનગરના(Bhavnagar)તળાજા તાલુકાના નેસવડ ગામની સ્કૂલમાંથી પ્રશ્નપત્રની ચોરી થઈ હતી. જે બાદ શિક્ષણ વિભાગે 22 અને 23 એપ્રિલે આયોજીત પરીક્ષા રદ કરી હતી. આ રદ થયેલી વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન વિષયોની પરીક્ષા હવે આગામી 29 અને 30 એપ્રિલે યોજવામાં આવશે. આ ઉપરાંત શિક્ષકોને પરીક્ષાના દિવસ સુધી પ્રશ્નપત્રો પોતાના ઘરે જ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નેસવડ ગામની શાળામાંથી ધોરણના 7ના બધા જ વિષયના પેપરમાંથી 3-3 મળી 21 પેપર ચોરાયા હતા. તો ધોરણ 8ના 3 પેપર પેપરની ચોરી થઈ હતી. આ 24 પેપરની ચોરી મામલે શાળાના આચાર્યએ ફરિયાદ નોંધાવતા ભાવનગર એલસીબી સહિતના કાફલાએ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે આજે ભાવનગરની શાળામાંથી ધોરણ 7ના પેપર ચોરી થવા મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે..ત્યારે આ અંગે પરીક્ષા નિયામકે નિવેદન આપ્યું..અને કહ્યું કે સીલબંધ પેકેટમાંથી ધોરણ 7 ના પેપરની 3-3 નકલની ચોરી હતી..જેની આચાર્યને જાણ થતાં તેમણે ફરિયાદ નોંધાવી છે..સાથે જ કહ્યું કે રાજ્યમાં એક પ્રશ્નપત્ર આપવાનો નિયમ છે..જેથી બે દિવસ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો : Ahmedabad: ડુપ્લીકેટ પત્રકારે ફેકટરી માલિક પર રૌફ જમાવી રૂપિયાનો કર્યો તોડ

આ પણ વાંચો : Vadodara : મીરા સોલંકી હત્યા કેસનો આરોપી હજુ ફરાર, પરિવારજનોનો ન્યાય મેળવવા વલોપાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video