Gujarat Election: ભાજપના યુવા સ્ટાર પ્રચારક તેજસ્વી સૂર્યાએ કહ્યું ભાજપની જીતમાં યુવા મતદાતાઓનું મોટું યોગદાન

તેજસ્વી સૂર્યા તેમજ પ્રશાંત કોરાટે પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે- છેલ્લી 6 ચૂંટણીમાં ભાજપની જીત પાછળ યુવા મતદાતાઓની તાકાત અને આશીર્વાદે મોટું યોગદાન આપ્યું છે આ વખતે પણ યુવા અને મહિલા મતદાતા પાર્ટીને આશીર્વાદ આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 12:56 PM

યુવા મતદારોને આકર્ષવા માટે ભાજપે કમર કસી છે આજે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે છે.. અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં યુવાનો સાથે તેમના સંવાદ કાર્યક્રમનું આયોજન છે. આ પહેલા તેમણે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા તેમની સાથે ગુજરાત ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ પણ ઉપસ્થિત રહ્યા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે- છેલ્લી 6 ચૂંટણીમાં ભાજપની જીત પાછળ યુવા મતદાતાઓની તાકાત અને આશીર્વાદે મોટું યોગદાન આપ્યું છે આ વખતે પણ યુવા અને મહિલા મતદાતા પાર્ટીને આશીર્વાદ આપશે.

આ વખતે દરેક રાજકીય પક્ષ યુવાનોને આકર્ષવા માટે વ્યસ્ત છે કારણ કે રાજ્યમાં આ વખતે સૌથી વધુ યુવા મતદાતા નોંધાયા છે ત્યારે યુવાનોના વધુને વધુ વેટ શેર મળે તે માટે રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં 3.23 લાખ યુવા મતદારો એવા છે જેઓ પહેલીવાર વોટ આપશે. આવા ફર્સ્ટ ટાઈમ વોટર માટે આખા રાજ્યમાં સમર્પિત મતદાનમથક બનશે. આ અંતર્ગત દરેક જિલ્લામાં એક મળીને કુલ 33 જિલ્લામાં આવા 33 યૂથ પોલ બૂથ બનાવવામાં આવશે. આવા મતદાન મથકોનું સંચાલન પણ સૌથી નાની ઉંમરના અને હાલમાં જ ભરતી કરાયેલા કર્મચારીઓ દ્વારા કરાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.

Follow Us:
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">