Gujarat Election: મધ્ય ગુજરાતના નેતાઓ સાથે અમિત શાહની મેરેથોન બેઠક, વડોદરાની ખાનગી હોટલમાં વિધાનસભાની ચૂંટણી મુદ્દે થઇ ચર્ચા
અમિત શાહના (Amit Shah) ગુજરાતમાં પ્રવાસની જે રણનીતિ બનાવવામાં આવી છે, તેની વાત કરીએ તો ઝોન વાઇસ ભાજપની બેઠકોનો દોર થવાનો છે. ઉત્તર ઝોનનું એપી સેન્ટર પાલનપુર રાખવામાં આવ્યુ છે. પાલનપુરમાં ઉત્તર ઝોનના તમામ પદાધિકારીઓ તેજ જિલ્લાનું સંગઠન, સ્થાનિક કાર્યકર્તાઓ મતદારો સુધી જશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જાહેર થવાનું કાઉન્ડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડોદરાની (Vadodara) મુલાકાતે છે. તેમણે ખાનગી હોટેલમાં મધ્ય ઝોનના 7 જિલ્લાઓ 40 વિધાનસભા બેઠકો માટે સમિક્ષા બેઠક યોજી. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે પક્ષના નેતાઓને ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે મધ્ય ગુજરાતની તમામ બેઠકો જીતવા લક્ષ્યાંક આપ્યો છે. તો ભાજપ સરકારના વિકાસ કાર્યોને ગામે-ગામ પહોંચાડવા નેતાઓ અને કાર્યકરોને સૂચન આપ્યું.
ગઇકાલે અમિત શાહની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓની 35 બેઠકો માટે રણનીતિ ઘડવામાં આવી છે. જેમાં દરેક બેઠક પર પક્ષની સ્થિતિ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં ઉમેદવારી પ્રક્રિયાથી લઇને પ્રચાર સુધીની ચર્ચા કરાઇ છે. આ સાથે ઉમેદવારી પત્ર ભરવાથી લઇને વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ અંગે પણ ઉમેદવારોને ખાસ સૂચના અપાઇ છે. અમિત શાહના પ્રવાસને (Amit Shah Gujarat Visit) લઇને સહકારી આગેવાનો પણ સક્રિય જોવા મળી રહ્યા છે.
અમિત શાહના ગુજરાતમાં પ્રવાસની જે રણનીતિ બનાવવામાં આવી છે, તેની વાત કરીએ તો ઝોન વાઇસ ભાજપની બેઠકોનો દોર થવાનો છે. ઉત્તર ઝોનનું એપી સેન્ટર પાલનપુર રાખવામાં આવ્યુ છે. પાલનપુરમાં ઉત્તર ઝોનના તમામ પદાધિકારીઓ તેજ જિલ્લાનું સંગઠન, સ્થાનિક કાર્યકર્તાઓ મતદારો સુધી જશે. તે તમામની બેઠક પાલનપુરમાં ઉત્તર ઝોનની રાખવામાં આવશે.
તે જ રીતે સૌરાષ્ટ્રનું એ.પી. સેન્ટર સોમનાથ માનવામાં આવે છે. ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં ભાજપ અહીં ખાતુ પણ ખોલાઇ શક્યુ ન હતુ. ભાજપને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગીર સોમનાથ હવે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર મતદારોને આકર્ષવા પર ચિંતન કરવામાં આવશે. મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો તે વડોદરામાં યોજાઇ. મધ્ય ઝોનની બેઠક લઇને વડોદરામાં ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી.