Gujarat Election 2022 : પીએમ મોદી 1લી અને 2જી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે , 2જી ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શો

|

Nov 28, 2022 | 8:14 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે.પીએમ મોદીએ ગુજરાતમાં 27 અને 28 નવેમ્બરના રોજ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.જેમાં પીએમ મોદી ફરી એકવાર 01 અને 02 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં 2 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રોડ શો કરશે. જેમાં 01 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાવવાનું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે.પીએમ મોદીએ ગુજરાતમાં 27 અને 28 નવેમ્બરના રોજ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.જેમાં પીએમ મોદી ફરી એકવાર 01 અને 02 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં 2 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રોડ શો કરશે. જેમાં 01 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાવવાનું છે.  જેમાં 1 ડિસેમ્બરે કાલોલ, છોટાઉદેપુર, હિંમતનગરમાં સભા યોજાશે  જ્યારે 2 ડિસેમ્બરે દિયોદર, પાટણ, સોજીત્રામાં સભા યોજવામાં આવશે.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 8:07 pm, Mon, 28 November 22

Next Video