Gujarat Election 2022: પ્રચાર અને પ્રસાર માટે નેતાઓ લઈ રહ્યા છે સોશિયલ મીડિયાનો સહારો, ધોરાજીમાં લલિત વસોયાએ શરૂ કર્યો ડિજિટલ પ્રચાર

|

Nov 18, 2022 | 11:51 PM

મોટાભાગના રાજકીય પક્ષો પણ સોશિયલ મીડિયા (Social Media) પર સક્રિય બન્યા છે. આ વખતે ચૂંટણીમાં સૌથી વધુ યુવા મતદાતાઓ નોંધાયા છે, ત્યારે સોશિયલ  મીડિયા પર વ્યસ્ત રહેતા યુવા મતદારોને આકર્ષવા માટે સૌ રાજકીય પક્ષો અને નેતાઓ પણ સોશિયલ  મીડિયાની મદદ લઈ રહ્યા છે.

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  ચૂંટણીના ધમધમાટ વચ્ચે દરેક ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે હવે આધુનિક સમયમાં ઉમેદવારો પણ ડિજિટલ પ્રચાર કરતા થઈ ગયા છે. પહેલા નેતાઓ ઘેર ઘેર જઇને પ્રચાર કરતા હતા , સભાઓ ગજવતા હતા અને પોતે કરેલા કાર્યોને જનતા સુધી લઈ જતા હતા, ત્યારે આજના સમયમાં નેતાઓ પણ સમય જોઈને ડિજિટલ પ્રચાર કરતા થઈ ગયા છે. ત્યારે ધોરાજીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયા ટેક્નિકલ યુગમાં ડિજિટલ પ્રચાર કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 75 વિધાનસભાનાં કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા પ્રચાર માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. લલિત વસોયાએ આધુનિક યુગમાં સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રચારને વેગવંતો બનાવ્યો છે. ગુજરાતમાં હાલ ચૂંટણીની મોસમ જામી છે. વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ પ્રચારમાં પણ વેગ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં જોરશોરથી લાગ્યા છે. આ દરમિયાન 75 ધોરાજી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પરંપરાગત પ્રચારની સાથે સાથે ડિજિટલ મીડિયા અને ફોનના માધ્યમથી ઘરે બેઠાં બેઠાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. તેમજ ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા પણ પ્રચાર કાર્ય કરવાાં આવી રહ્યું છે.

ચૂંટણીમાં વિવિધ પક્ષો સોશિયલ મીડિયા પર સક્રિય

આ ચૂંટણી એવી છે જેમાં મોટાભાગના રાજકીય પક્ષો પણ સોશિયલ મીડિયા પર સક્રિય બન્યા છે. આ વખતે ચૂંટણીમાં સૌથી વધુ યુવા મતદાતાઓ નોંધાયા છે, ત્યારે સોશિયલ  મીડિયા પર વ્યસ્ત રહેતા યુવા મતદારોને આકર્ષવા માટે સૌ રાજકીય પક્ષો અને નેતાઓ પણ સોશિયલ  મીડિયાની મદદ લઈ રહ્યા છે.

Next Video