Gujarat Election 2022: કચ્છમાં સી.આર. પાટીલે જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે કરી બેઠક, જિલ્લામાં પાર્ટીની સ્થિતિ જાણવા પ્રદેશ પ્રમુખની કવાયત

|

Nov 24, 2022 | 11:40 PM

Gujarat election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ જીતવા માટે કોઈ કચાશ રાખવા બાકી રાખવા માગતુ ન હોય તેમ જોરશોરથી પ્રચાર કરી રહ્યુ છે. તો ગ્રાઉન્ડ લેવલે શું સ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પણ પ્રદેશ પ્રમુખ પ્રયાસ કરી રહ્યા છે જે અંતર્ગત તેમણે કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જોશ શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ચૂંટણી સભાઓ સહિત ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જીતના ટાર્ગેટને હાંસિલ કરવા નેતાઓ અને કાર્યકરોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. પાટીલે કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. કચ્છમાં ભાજપની વર્તમાન સ્થિતિ જાણવા પ્રદેશ પ્રમુખે કવાયત હાથ ધરી છે. આ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે દાવો કર્યો કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે વિજયી થશે

કચ્છ પહેલા મોરબીમાં ભાજપના હોદ્દેદારો સાથે કરી બંધ બારણે બેઠક

સી.આર.પાટીલે મોરબીમાં પણ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. મોરબીમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં સાંસદ મોહન કુંડારિયા, સાંસદ વિનોદ ચાવડા તથા મોરબીના ઉમેદવાર કાંતિ અમૃતિયા હાજર રહ્યા હતા. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા સી.આર.પાટીલની આ મિટિંગને સૂચક માનવામાં આવી રહી છે. મોરબીમાં ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા મોરબીની ખાનગી હોટલમાં સી.આર.પાટીલની અચાનક ગુપ્ત મિટિંગ યોજાઈ હતી. જે માટે સી.આર.પાટીલ હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચ્યા હતા. આ બેઠકમાં જિલ્લામાં ભાજપની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી

ગુજરાતમાં આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video