Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે નવ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, તાલાલાથી માનસિંહ ડોડીયાને ટિકિટ

| Edited By: | Updated on: Nov 13, 2022 | 8:52 PM

Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે 9 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી  છે. જેમાં  તાલાલાથી માનસિંહ ડોડીયાને ટિકિટ આપવામાં આવી છે. તેમજ દેવભૂમિ દ્વારકાથી મુળુ કંડોરીયા અને બોટાદથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી છે. 

Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે 9 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી  છે. જેમાં  તાલાલાથી માનસિંહ ડોડીયાને ટિકિટ આપવામાં આવી છે. તેમજ દેવભૂમિ દ્વારકાથી મુળુ કંડોરીયા અને બોટાદથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી છે.

આ પૂર્વે કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 સભ્યોની યાદી જાહેર કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ફ્રન્ટફૂટથી રમવાની શરૂઆત કરતા વર્ષોની પરંપરા તોડી ભાજપ પહેલા જ પોતાના 43 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું  હતું. કોંગ્રેસે સર્વ સંમતિ સધાયેલ અને બિનવિવાદીત બેઠકો પર રણનીતિ સ્પષ્ટ કરતા પ્રથમ યાદી જાહેર કરી તેમાં રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ઝંપલાવશે.. તો અર્જુન મોઢવાડીયા ફરી એકવાર પોરબંદર બેઠક પરથી જોવા મળશે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં એકપણ ધારાસભ્યનો સમાવેશ કરાયો નથી.

ભારતીય જનતા પાર્ટી જ્યાં હજીપણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોમાં દાવેદારો પર ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે ભાજપ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી વિધાનસભા ચૂંટણીમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ઝંપલાવ્યું છે. 43 સભ્યોની પ્રથમ યાદીમાં સતત હાર વાળી બેઠકો, સર્વ સંમતિ સધાયેલ હોય એવી બેઠકો અને સિનિયર વાળી બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 6 મહિલાઓને પણ સ્થાન આપ્યું છે.

  • દ્રારકા – મુળુ કંડોરીયા
  • તાલાલા – માનસિંહ ડોડીયા
  • કોડિનાર – મહેશ મકવાણા
  • ભાવનગર ગ્રામ્ય – રેવતસિંહ ગોહિલ
  • ભાવનગર પૂર્વ – બળદેવ સોલંકી
  • બોટાદ – રમેશ મેર
  • જંબુસર – સંજય સોલંકી
  • ભરૂચ – જયકાંત પટેલ
  • ધરમપુર – કિશન પટેલ
Published on: Nov 12, 2022 10:07 PM