Gujarat Election 2022: રાજકોટમાં કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે મતગણતરી

|

Dec 07, 2022 | 1:44 PM

મતગણતરીને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે. ત્યારે ચૂંટણી પંચે મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લાના દરેક મુખ્ય મથકના સ્ટ્રોંગરૂમ બહાર અભેદ સુરક્ષાચક્ર છે. અર્ધલશ્કરી દળના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ રાખવામાં આવ્યું છે.

રાજકોટમાં  કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થશે.  કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાશે ત્યાર બાદ ઇવીએમની મતગણતરીના રાઉન્ડ શરૂ કરવામાં આવશે, એક રાઉન્ડમાં 14 ટેબલ ઉપર ગણતરી થશે અને દરેક ટેબલ ઉપર વહીવટી તંત્રના અધિકારી પણ હાજર રહેશે. દરમિયાન એવી શકયતા છે કે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં રાજકોટના ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

બધા જ જિલ્લામાં સ્ટ્રોંગરૂમ બહાર અભેદ્ય સુરક્ષાચક્ર

મતગણતરીને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે. ત્યારે ચૂંટણી પંચે મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લાના દરેક મુખ્ય મથકના સ્ટ્રોંગરૂમ બહાર અભેદ સુરક્ષાચક્ર છે. અર્ધલશ્કરી દળના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ રાખવામાં આવ્યું છે. CCTV કેમેરાની મદદથી સતત 24 કલાક દેખરેખ રાખવામાં આવી છે. મતગણતરી પહેલા અધિકારીઓએ સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને જામનગરમાં મતગણતરી માટેની તમામ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં પણ કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસબા બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે.

સવારે 8 વાગ્યાથી થશે મત ગણતરી

રાજ્યમાં તમામ મતગણતરી સ્થાનો પર 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે.

 

Next Video