Gujarat Election 2022: ભાજપના સ્થાનિક નેતા મનોજ પટેલનું વિવાદીત નિવેદન, કહ્યુ ‘જેણે મંદિર બનાવવું હોય તે ભાજપ સાથે રહે, મસ્જિદ બનાવવી હોય તે કોંગ્રેસ સાથે રહે’

Gujarat assembly election 2022: પાટણ વિધાનસભા વિસ્તારમાં ભાજપ શાસિત વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો, તે સમયે ભાજપના સદસ્ય મનોજ પટેલે કરેલા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 12:34 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો પ્રચાર પ્રસારના કામોમાં લાગી ગયા છે. મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પાટણ જિલ્લામાં ઉમેદવાર મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે પાટણ વિધાનસભા વિસ્તારમાં પણ જ્યાં ભાજપ શાસિત વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો, તે સમયે ભાજપના સદસ્ય મનોજ પટેલે કરેલા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ હિન્દુત્વનું કાર્ડ રમતા જોવા મળી રહ્યા છે.

પાટણ ભાજપના સ્થાનિક નેતા અને પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. તેઓ ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે ભાજપના ઉમેદવાર ડૉ. રાજૂલ દેસાઈની સભાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મનોજ પટેલ કહીં રહ્યા છે કે, જેણે મંદિર બનાવવું હોય તે ભાજપ સાથે રહે અને જેણે મસ્જિદ બનાવવી હોય તે કૉંગ્રેસ સાથે રહે. જો કે આ વીડિયોની પુષ્ટિ TV9 નથી કરી રહ્યું. પરંતુ આ વીડિયોના કારણે રાજકારણ ગરમાયું છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">