ગુજરાત ચૂંટણી 2022: બનાસકાંઠાના દાંતામાં ભાજપના કાર્યકરોનો યુવાનોને પૈસા વિતરણ કરવાનો વીડિયો થયો વાયરલ

|

Nov 29, 2022 | 5:38 PM

Gujarat Election 2022: બનાસકાંઠાના દાંતાથી ભાજપના ઉમેદવાર લાધુ પારધીના દારૂવાળા નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યા દાંતામાં ભાજપના કાર્યકરો દ્વારા યુવાનોને પૈસાનું વિતરણ કરવામાં આવતુ હોવાનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ મત માટે અનેક પ્રકારના હથકંડા અપનાવતા હોય છે. કોઈક સાડીની લ્હાણી કરે છે તો કોઈક ખાડીમાં તરીને મત માગવા જાય છે તો કોઈક દારૂ વેચવાના વચન આપે છે. બનાસકાંઠાના એક નેતાનો દારૂ વેચવાનો વીડિયો વાયરલ થયા બાદ હવે ભાજપના કાર્યકરોનો યુવાનોને રૂપિયા આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. બનાસકાંઠાના દાંતામાં ભાજપના કાર્યકરોનો યુવાનોને રૂપિયા આપતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. અગાઉ મહિલાઓને સાડીની લ્હાણી કરતો અને દારૂના નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો.

લાધુ પારધી સામે દારૂ વેચવાના નિવેદન અંગે નોંધાઈ ફરિયાદ

અગાઉ દાંતાના જ ભાજપના ઉમેદવાર સામે તેમના વિવાદી નિવેદનને લઈને ફરિયાદ નોંધી હતી. જેમાં દારૂ ખોળામાં નહીં ટોપલામાં વેચાવીશ તેવા નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો. તેમણે પ્રચાર દરમિયાન ખુલ્લેઆમ જણાવ્યું હતું કે હું જીત્યા પછી ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ…તમે યાદ રાખો.. જો કે આ નિવેદન સામે આવ્ય બાદ દાંતા પોલીસ મથકે લાધુ પારધી સામે ફરિયાદ નોંધી હતી. તેમનો જ સાડીઓ અને પૈસા વિતરણના વીડિયો પણ વાયરલ થયા હતા, જો કે તેને લઈને કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. લાધુ પારધી દાંતાથી ભાજપના ઉમેદવાર છે. હાલ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે નેતાઓના બેબાક બોલ સામે આવી રહ્યા છે.

Next Video