Gujarat Election 2022 : નાના ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા પહોંચાડ્યા, કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા : પીએમ મોદી

|

Nov 28, 2022 | 4:20 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે. જેમાં પ્રથમ તબક્કાના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવા સમયે પીએમ મોદી અને અમિત શાહ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પીએમ મોદી આજે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેમાં તેમણે પાલિતાણામાં સભા સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો કર્યા છે.

Gujarat Election 2022 : નાના ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા પહોંચાડ્યા, કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા : પીએમ મોદી
PM Modi Palitana

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે. જેમાં પ્રથમ તબક્કાના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવા સમયે પીએમ મોદી અને અમિત શાહ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પીએમ મોદી આજે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેમાં તેમણે પાલિતાણામાં સભા સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો કર્યા છે. તેમજ હજુ પણ તેમનું જીવન વધુ સરળ બને તેવા પ્રયાસો કરી રહ્યું છે. જેમાં પીએમ મોદીએ કહ્યું ભાજપ સરકારે નાના ખેડૂતોના ખાતામાં રૂપિયા પહોંચાડ્યા. સરકાર બહારથી 2 હજાર રૂપિયામાં યૂરિયાની થેલી લાવે છે અને ખેડૂતોને માત્ર 200 રૂપિયામાં આપે છે. ખેડૂતોના ખર્ચા કઈ રીતે અટકે તેની ચિંતા સરકારે કરી છે. હાલ 20-25 વર્ષના યુવાનોને ખબર નહી હોય કે અંધારૂ શું હોય ? આજે ગામડે-ગામડે વીજળી પહોંચી. 24 કલાક વીજળી આપવી ખૂબ જ અઘરૂ કામ હતુ. વધુમાં કહ્યું કે, SOU ની જેમ લોથલ પણ પર્યટન સ્થળ તરીકે વિકસશે. લોથલમાં પણ લોકો ફરવા આવશે.

અન્ય રાજ્યોના લોકો સૌરાષ્ટ્રમાં રોજગારી માટે આવે છે

તો વડાપ્રધાન મોદીએ કહ્યું, કોંગ્રેસ સરકારમાં માત્ર 60 ગ્રામ પંચાયતમાં ઓપ્ટિકલ ફાયબર નાખ્યો હતો. અમે માત્ર ત્રણ વર્ષમાં ગ્રામ પંચાયતોમાં આ સુવિધા ઉભી કરી. એક સમયે કાઠિયાવાડના લોકો હિજરત કરીને બહાર જતા હતા. આજે અન્ય રાજ્યોના લોકો સૌરાષ્ટ્રમાં રોજગારી માટે આવે છે.તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસની નીતી હતી, ભાગલા પાડો અને રાજ કરો. ગુજરાત જ્યારે એક થયુ ત્યારે વિભાજનકારીઓને ગુજરાતમાં ન પ્રવેશવા દીધા. મરાઠી અને ગુજરાતીઓને લડાવવાનું કામ કોંગ્રસે કર્યું. હવે રાજ કરવુ હશે, તો કોમવાદ અને વોટબેંક બાજુએ મુકવુ પડશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગુજરાત વિકસીત અને સમુદ્ધ બને તેનો નિર્ણય કરનારી ચૂંટણી

પાલીતાણામાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ગુજરાતની દરેક જગ્યાએ એક જ અવાજ ફરી ભાજપ સરકાર. ગુજરાત વિકસીત અને સમુદ્ધ બને તેનો નિર્ણય કરનારી ચૂંટણી. તો વધુમાં કહ્યું કે, સરદાર પટેલે સમગ્ર ગુજરાતને એક કર્યું. અને રાષ્ટ્રના વ્યાપક હિત માટે બલિદાન આપવાની શરૂઆત ભાવનગરે કરી હતી.

Published On - 4:18 pm, Mon, 28 November 22

Next Article