Gujarat Election 2022: Big Debate On Bus જામનગરમાં સ્થાનિક સમસ્યાના મુદ્દે શું છે યુવાનોનો મૂડ ?

|

Nov 07, 2022 | 10:11 PM

ટીવીનાઈનની ઈલેક્શનવાળી હાઈટેક બસ જોશીલા જામનગરમાં પહોંચી હતી. ત્યારે જામનગરમાં જોવા મળ્યો યુવા જોશ. યુવા મતદાતાઓ શું વિચારી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો. એક મતદાતા તરીકે અત્યારની સ્થિતિને કરી રીતે જોઈ રહ્યા છે આ યુવાઓ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઈન દ્વારા ઇલેક્શનને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. આજે ઈલેક્શનવાળી હાઈટેક બસ જામનગરમાં હતી જ્યાં જોશીલા યુવક યુવતીઓ વિધાનસભાની ચૂંટણીને કેટલુ મહત્વ આપે છે તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જામનગરની ફિઝીયોથેરાપીની વિદ્યાર્થિની જણાવે છે કે જામનગરમાં જોવાલાયક અનેક સ્થળો છે, પરંતુ હજુ વધુ લોકો અહીં એટ્રેક્ટ થાય તે રીતના આકર્ષણો ઉમેરાવા જોઈએ.

ભાજપ, કોંગ્રેસ, આપ વિશે શું વિચારે છે યુવાનો?

ફરવાના સ્થળોમાં વધુ નજરાણા ઉમેરાય તેવી સ્થાન યુવતીઓની માગ છે. ભાજપ-કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને યુવાનો કઈ રીતે જોઈ રહ્યા છે. તેના જવાબમાં યુવાનો જણાવે છે કે તેમને પાર્ટી સાથે નહીં, પરંતુ મુદ્દા સાથે લેવા દેવા છે. યુવા મતદારોના મનમાં રોજગારનો મુદ્દો મોટો મુદ્દો છે. મેડિકલ ફિલ્ડમાં ફિઝિયોથેરાપીને સંલગ્ન રોજગારીની તકો ઘણી ઓછી છે. તેમજ સ્વચ્છતાનો પણ અભાવ હોવાનુ જણાવે છે. જામનગર શહેરમાં સિટી બસની વ્યવસ્થા નથી તો યુવાનો જામનગરમાં સિટી બસની માગ કરી રહ્યા છે. તેમજ સ્વચ્છતા પર પણ ભાર મુકવામાં આવ્યો.

ખેલાડીઓની નેતાઓ પાસેથી શું છે અપેક્ષા?

જામનગર ખેલાડીઓ માટે ઘણુ લોકપ્રિય છે. પરંતુ ખેલકૂદને પ્રોત્સાહન મળે તેવી સુવિધાઓ જામનગરમાં ઉપલબ્ધ છે તેના પર શું છે યુવાનોનો મત તેના પર યુવાનો જણાવે છે કે અહીં ખેલકૂદને લગતી અનેક ઈવન્ટ્સ યોજાય છે શાળા કક્ષાએ અને ઓપન લેવલે. પરંતુ ખેલકૂદમાં મુખ્ય જરૂરિયાત મેદાનની હોય છે, પરંતુ અહીં ખેલાડીઓને જોઈએ તેવા ગ્રાઉન્ડ્સ નથી તેવુ જણાવે છે અહીંના ખેલાડીઓ. ફુટબોલ રમતા ખેલાડી જણાવે છે કે તેમની પાસે ફુટબોલ રમવા માટેનું ગ્રાઉન્ડ નથી. યુવાનો જણાવે છે કે સારા ગ્રાઉન્ડ્સ બનશે તો ખેલાડીઓ વધુ સારી રીતે રમી શકે અને જામનગરથી આગળ વધી શકે.

સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને પણ અહીંના યુવાનોએ જણાવ્યુ કે રાતદિવસ એક કરી વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, પરંતુ પેપરલીક જેવા બનાવો તેમની તમામ મહેનત પર પાણી ફેરવી દે છે. જેના કારણે કારકિર્દી ડિસ્ટર્બ થઈ જાય છે. આવા બનાવો રોકવા માટે યોગ્ય કાર્યવાહી પણ જામનગરનો શિક્ષકગણ અને યુવાનો ઈચ્છી રહ્યા છે.

Published On - 8:57 pm, Mon, 7 November 22

Next Video