Gujarat Election 2022 : ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું

|

Nov 17, 2022 | 4:04 PM

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પહેલા તેમણે શક્તિ પ્રદર્શન કર્યું.. ખુલ્લી જીપમાં સીએમ પટેલ સાથે ભવ્ય રોડ શો યોજ્યો.

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ આરંભી દીધો છે. જેમાં હાલમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પહેલા તેમણે શક્તિ પ્રદર્શન કર્યું.. ખુલ્લી જીપમાં સીએમ પટેલ સાથે ભવ્ય રોડ શો યોજ્યો.. અલ્પેશે આજે દિવસની શરૂઆત પંચેશ્વર મંદિરમાં દર્શનથી કરી હતી. આ દરમિયાન તેમણે સભા પણ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે પક્ષમાં નાની-મોટી નારાજગી હશે પરંતુ ઘીના ઠામમાં ઘી ઢળશે.

જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર હિમાંશુ પટેલે ફોર્મ ભર્યું છે.  નામાંકન પહેલા હિમાંશુ પટેલે રોડ- શો યોજ્યો હતો.આપને જણાવી દઈએ કે, ગાંધીનગર દક્ષિણ પર અલ્પેશ ઠાકોર અને હિમાંશુ પટેલ વચ્ચે જંગ જામશે.  ફોર્મ ભર્યા બાદ હિમાંશુ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ ઉપરાંત આજે, રાધનપુર વિધાનસભા બેઠક પરથી લવિંગજી ઠાકોરે ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકનપત્ર આજે અંતિમ દિવસે ભર્યું છે. ઉલ્લેખનીય છે કે રાધનપુર બેઠક પરથી લવિંગજી ઠાકોરે જ આજ બેઠક પરથી પ્રબળ દાવેદાર અલ્પેશ ઠાકોર સામે  સ્થાનિક ઉમેદવાર મામલે સખત વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ ભાજપે પણ અલ્પેશ ઠાકોર અન્ય બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યો હતો અને ભાજપે અંતિમ દિવસે જ રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લવિંગજી ઠાકોરના જ નામની જાહેરાત કરી હતી. જે બાદ આજે લવિંગજી ઠાકોરે સ્થાનિક ભાજપના નેતાઓની સાથે રહીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

Published On - 3:51 pm, Thu, 17 November 22

Next Video