Dahod: અનોખા અંદાજમાં શિક્ષણપ્રધાન, પ્રવાસીઓ માટે ગાઇડ બન્યા કુબેર ડીંડોર, જુઓ Video

|

Aug 27, 2023 | 5:36 PM

દાહોદ જિલ્લામાં આવેલ માનગઢ હિલ પર આવેલા પ્રવાસીઓને એક અલગ જ અનુભવ થયો હતો. વડોદરાથી માનગઢ હિલ વિસ્તારમાં પ્રવાસે પહોંચેલ મહિલાઓ સહિતના ગ્રુપને એક એવી વ્યક્તિએ ગાઈડ કર્યા હતા કે તેઓ આશ્ચર્ચ અનુભવવા લાગ્યા હતા.

દાહોદ જિલ્લામાં આવેલ માનગઢ હિલ પર આવેલા પ્રવાસીઓને એક અલગ જ અનુભવ થયો હતો. વડોદરાથી માનગઢ હિલ વિસ્તારમાં પ્રવાસે પહોંચેલ મહિલાઓ સહિતના ગ્રુપને એક એવી વ્યક્તિએ ગાઈડ કર્યા હતા કે તેઓ આશ્ચર્ચ અનુભવવા લાગ્યા હતા. જે વ્યક્તિએ તેમને વિસ્તાર અને માનગઢ સહિતની માહિતી સાથે બતાવી હતી એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ રાજ્યના શિક્ષણ પ્રધાન છે. શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે પ્રવાસીઓને માહિતી સાથે વિસ્તારને બતાવ્યો હતો.

પ્રવાસીઓ આમ તો માહિતી વિના જ પરત ફરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન જ પ્રધાન ડીંડોરની મુલાકાત થઈ હતી. માહિતી સાથએ વિસ્તારને બતાવ્યા બાદ તેઓએ પોતાની ઓળખ આપતા જ પ્રવાસીઓ દંગ રહી ગયા હતા. પ્રધાન ડીંડોરે કહ્યુ હતુ તે, પોતાની પાસે રહેલી માહિતી આપવી જોઈએ અને જ્ઞાનની આપલે થવી જોઈએ. અગાઉ પ્રધાન ડીંડોર પ્રોફેસર તરીકે સાબરકાંઠાના તલોદમાં ફરજ બજાવી ચૂક્યા છે.

 

આ પણ વાંચોઃ  Love Story એ પરિવાર ઉજાડી દીધો, પિતા-પુત્રનુ આપઘાતમાં મોત, સગીર પ્રેમિકાના 6 સગા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

દાહોદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:26 pm, Sun, 27 August 23

Next Video