ગુજરાતમાં(Gujarat) રવિવારે 19 ડિસેમ્બરના રોજ યોજાયેલી 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણીની (Gram Panchayat Election) મંગળવારે મતગણતરી(Counting) હાથ ધરાશે. જેમાં તમામ જિલ્લામાં મતગણતરી માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમાં બનાસકાંઠાની 530 ગ્રામ પંચાયતોની મત ગણતરીમાં 1400થી વધારે કર્મચારી જોડાશે. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
જ્યારે મહેસાણાની 100થી વધારે ગ્રામ પંચાયતોમાં મતગણતરી માટેની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.ભાવનગરમાં 11 મત ગણતરી સ્થળોએ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ગોધરા પોલીટેકનિક કોલેજમાં 65 ગ્રામ પંચાયતોની મત ગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો : AHMEDABAD : રેલ્વે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ ડિવિઝનના 2 રેલ્વે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું
આ પણ વાંચો : કમલમમાં ઘર્ષણ મુદ્દે આપના છ નેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ, મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે
Published On - 7:56 pm, Mon, 20 December 21