Gujarat Cost Guard: પોરબંદરના દરિયાકિનારેથી બે ઈરાની શંકાસ્પદ બોટ ઝડપાઈ, સમુદ્ર પાવક નામના જહાજે પાર પાડ્યુ સફળ ઓપરેશન

|

Jul 23, 2022 | 3:38 PM

પોરબંદરમાં NCB અને ગુજરાત કોસ્ટગાર્ડને મોટી સફળતા મળી છે. ગુજરાત કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં પોરબંદર તરફ આવી રહેલી બે ઈરાની શંકાસ્પદ બોટ ઝડપી પાડી છે. કોસ્ટ ગાર્ડના સમુદ્ર પાવક નામના જહાજે આ સફળ ઓપરેશન પાર પાડ્યુ છે.

પોરબંદરમાં ગુજરાત કોસ્ટ ગાર્ડ (Coast Guard) અને NCB ને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયા તરફ આવી રહેલી બે ઈરાની બોટને ઝડપી પાડી છે. કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક (Samudra Pavak)નામના જહાજે આ સફળ ઓપરેશન પાર પાડ્યુ છે. કોસ્ટ ગાર્ડે ઈરાની જહાજની તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ જહાજને જેટી પર લાંગરવામાં આવ્યુ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

બોટમાં ડ્રગ્સ (Drugs) હોવાની શક્યતાના પગલે આ તપાસમાં NCB પણ જોડાઈ છે. અમદાવાદથી NCBની ટીમ તપાસ માટે પોરબંદર પહોંચી છે. બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાને પગલે 8 ક્રુ મેમ્બરની તપાસ થશે. અન્ય સુરક્ષા એજન્સીઓને બોટથી દૂર રાખવામાં આવી છે. હાલ આ ઈરાની જહાજમાં કેટલા ક્રુ મેમ્બર્સ હતા, ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા. ક્યા કારણથી જહાજ પોરબંદર તરફ આવી રહ્યુ હતુ. આ તમામ સવાલોના જવાબ જાણવાની કવાયત તેજ કરી દેવાઈ છે.

ડ્રગ્સ હોવાની શક્યતાને પગલે તપાસમાં NCB જોડાઈ

શંકાસ્પદ ઈરાની બોટ મળતા કોસ્ટગાર્ડ વધુ એલર્ટ મોડમાં આવી ગયુ છે હાલ બોટમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે જો કે બોટમાં ડ્રગ્સ લવાતુ હોવાની શક્યતાને પણ નકારી ન શકાય તેને જોતા નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ પણ આ તપાસમાં જોડાયુ છે. બોટના તમામે તમામ 8 ક્રુ મેમ્બરની તપાસ હાથ ધરાઈ છે. જો કે સંબંધિત એજન્સીને છોડીને અન્ય સુરક્ષા એજન્સીઓને આ શંકાસ્પદ બોટોથી દૂર રખાઈ છે. NCBએ આપેલા ઈનપુટના પગલે આઈ.એમ.બી.એલ નજીક થયું ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે. આ ઓપરેશન બાદ જહાજમાં NCBનુ ઈરાની જહાજમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

ઈનપુટ ક્રેડીટ- હિતેશ ઠકરાર- પોરબંદર

 

Published On - 1:48 pm, Sat, 23 July 22

Next Video