Gujarat Assembly Election 2022 : અમદાવાદની હાઇ-પ્રોફાઇલ ઘાટલોડિયા બેઠક માટે કોંગ્રસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી, કહ્યું પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું
ગુજરાતમાં(Gujarat) ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે તેમાં હાઇપ્રોફાઇલ બેઠક ઘાટલોડિયા પરથી રાજ્યસભાના સાંસદ ડૉ.અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે.ત્યારે આ પ્રસંગે અમીબેન યાજ્ઞિકે કોંગ્રેસ હાઇકમાન્ડનો આભાર વ્યક્ત કરી જનતાના મુદ્દાઓને ન્યાય અપાવવા સંઘર્ષ કરશે તેમ જણાવ્યું છે.
ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે તેમાં હાઇપ્રોફાઇલ બેઠક ઘાટલોડિયા પરથી રાજ્યસભાના સાંસદ ડૉ.અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે.ત્યારે આ પ્રસંગે અમીબેન યાજ્ઞિકે કોંગ્રેસ હાઇકમાન્ડનો આભાર વ્યક્ત કરી જનતાના મુદ્દાઓને ન્યાય અપાવવા સંઘર્ષ કરશે તેમ જણાવ્યું છે. તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું.
ગુજરાત કોંગ્રેસે પોતાની 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાં થનારા મતદાનની તમામ બેઠકોના નામ કૉંગ્રેસે જાહેર કર્યા છે.. સીટીંગ ધારાસભ્યના નામ કપાયા છે.. શહેરી વિસ્તારની સતત હાર મળતી હોય તેવી બેઠકો પર પણ કૉંગ્રેસે નામ જાહેર કર્યા છે.. યાદી પર નજર કરીએ તો કૉંગ્રેસે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે.. તો બીજી તરફ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને કૉંગ્રેસે ટિકિટ આપી છે. 2017માં પક્ષ પલટો કરનાર ભોળાભાઈ ગોહિલ જસદણથી મેદાનમાં ઉતરવાના છે. તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલના પત્ની પન્ના પટેલને બારડોલીથી કૉંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
આ તરફ કનુ કલસરિયાને મહુવાથી ટિકિટ આપી છે.. ઝાલોદ વિધાનસભા બેઠક પર સીટીંગ ધારાસભ્યની ટિકિટ કપાઈ છે. ઝાલોદ બેઠક પર ભાવેશ કટારાને ટિકિટ ન મળી.. ઝાલોદ બેઠક પર કૉંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ડો. મિતેષ કરાસિયાને ટિકિટ આપી છે.. નવાઈની વાત તો એ છે કે, ભાવેશ કટારાને લઈને કૉંગ્રેસ અસમંજસની સ્થિતિમાં જોવા મળી હતી. પરંતુ અંતે પાર્ટીએ ડૉ. મિતેષ કરાસિયા પર કળશ ઢોળ્યો છે.
