Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘવારીનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરો પર પોલીસે બળજબરી કરી : જગદીશ ઠાકોર

મોંઘવારીનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરો પર પોલીસે બળજબરી કરી : જગદીશ ઠાકોર

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 5:33 PM

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે પોલીસ પર બળજબરીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ કોંગ્રેસ ભવનમાં આવીને રૂમો ચેક કરે છે આ ગુંડાગીરી કરવાનું ભાજપે બંધ કરવી  જોઇએ તેમજ રાજ્યના ગુહ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને ચેતવણી આપીએ છીએ કે આ અખતરા કરવાનું બંધ કરી દો.

ગુજરાતમાં(Gujarat)વધતી જતી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે(Congress) પ્રદર્શન કર્યું છે. જેમાં કોંગ્રેસે અમદાવાદમાં પ્રદેશ કાર્યાલય બહાર જ વધતી મોંઘવારીને(Inflation)લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. તેમજ કોંગ્રેસી આગેવાનો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ વિરોધ કરવાના તેમના અધિકારથી તેમને વંચિત રાખવાનો તેમણે પોલીસ પર આક્ષેપ કર્યો હતો. તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે પોલીસ પર બળજબરીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ કોંગ્રેસ ભવનમાં આવીને રૂમો ચેક કરે છે આ ગુંડાગીરી કરવાનું ભાજપે બંધ કરવી  જોઇએ તેમજ રાજ્યના ગુહ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને ચેતવણી આપીએ છીએ કે આ અખતરા કરવાનું બંધ કરી દો. પોલીસ આવીને અમારા મહિલા કાર્યકરો પર લાઠીચાર્જ કરે આ નાટકો ભારતીય જનતા પાર્ટીએ બંધ કરવા જોઇએ. કોંગ્રેસ ભવન ખાતે મોંધવારીનો વિરોધ કરતા પૂર્વે જ પોલીસ કોંગ્રેસ ભવનમાં પ્રવેશી હતી. જેના પગલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું.

ગાંધીનગરમાં કોંગ્રેસે મોંઘવારીનું બેસણું યોજીને વિરોધ નોંધાવ્યો હતો

આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, તેલ, ગેસ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી રહ્યાં છે.. રોજ કૂદકા મારતી મોંઘવારીએ મધ્યમ અને ગરીબ વર્ગની દશા બગાડી દીધી છે. જ્યારે વડોદરામાં કોંગ્રેસ કાર્યકરોએ લારીમાં બાઈક રાખીને વિરોધ નોંધાવ્યો હતો તો રાજકોટના બહુમળી ચોક ખાતે કોંગ્રેસના આગેવાનોએ તેલના ડબ્બાને હાર પહેરાવ્યો. સુરતમાં પેટ્રોલ-ડીઝલા કેરબા લઈને કોંગ્રેસી આગેવાનો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરતમાં પ્રદર્શન કરતા 25થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી.પાટનગર ગાંધીનગરમાં કોંગ્રેસે મોંઘવારીનું બેસણું યોજીને વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો :  આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોર હશે : સૂત્ર

આ પણ વાંચો :  Ahmedabad : રેસીડેન્ટ ડોકટરે હાથ પર ઇન્જેક્શન લગાવી કર્યો આપઘાત, આપઘાત કરવા પાછળની હકીકત શું તે અંગે પોલીસ તપાસ શરૂ

g clip-path="url(#clip0_868_265)">