“બેન તમે બેસી જાઓ, તમે એજન્ડા સાથે આવ્યા છો”- હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનારી માતાને CM ના કાર્યક્રમમાંથી ધક્કા મારી બહાર તગેડી મુકાઈ

વડોદરામાં દીનદયાલ ઓડિટોરિયમમાં મુખ્યમંત્રીનો વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ચાલી રહ્યો હતો. આ દરમિયાન CMની સ્પીચ ચાલી રહી હતી ત્યારે બે બહેનો ઉભી થઈ સીએમને રજૂઆત કરી રહી હતી. તો CM એ કહ્યુ બેન તમે બેસી જાઓ તમે એજન્ડા સાથે આવ્યા છો.આ બહેનો બીજી કોઈ નહીં પરંતુ હરણીબોટ કાંડમાં દીકરી ગુમાવનારી માતા હતી.

| Edited By: | Updated on: May 02, 2025 | 4:37 PM

વડોદરા હરણી બોટકાંડમાં દીકરી ગુમાવી અને CMના કાર્યક્રમમાં ધક્કા મારી બહાર કાઢ્યાં. હરણી બોટકાંડના દોઢ વર્ષ બાદ જ્યારે માતા ન્યાય માગવા ઊભી થઈ ત્યારે CMએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યાં છો. મને મળીને જ જજો. સ્પીચ પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતાં પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી.

બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી. ત્યારબાદ બંને મહિલા અને તેમના પતિને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા, જ્યાં તેમને કોઈના કહેવાથી વિરોધ કર્યો છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ કરાઈ રહી છે.

સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમ હોય ત્યારે સ્ટેટ IB એક્ટિવ થઈ જતી હોય છે. સુરક્ષાથી લઇને કોઈ પણ વિવાદ ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ માટે આમંત્રિત મહેમાનોનું લિસ્ટ પણ તપાસવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણી બોટકાંડના પીડિત પહોંચી જાય અને એ પણ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતા હોય એ અને એ પણ ચાલુ કાર્યક્રમે મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માગ કરે.

આ બંને મહિલાઓ મુખ્યમંત્રીને તેમને આવાસ નહીં મળવાની રજૂઆત કરવા માગતી હતી. મહિલાઓએ ત્યા સુધી કહ્યુ કે દોઢ વર્ષથી મળવા માગીએ છીએ પરંતુ કોઈ મળવા દેતુ નથી. જો કે આ બંને મહિલાઓને પોલીસે પકડીને બહાર તગેડી મુકી હતી. જો કે બાદમાં બંને મહિલાને CMએ મળવા બોલાવી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:37 pm, Fri, 2 May 25

Follow Us