અમદાવાદ : નેશનલ ગેમ્સ સ્પોર્ટ્સ કોન્ક્લેવનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયુ ઉદ્ઘાટન, જુઓ VIDEO

|

Sep 29, 2022 | 11:43 AM

કોન્કલેવને સંબોધતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, 'જે ખેલાડીઓને હારવાનો ભય ન હોય તેને જ જીત મળે છે, વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ હંમેશા આફતને અવસરમાં બદલવાની શીખ આપી છે, અમે તે પ્રમાણે ચાલીએ છીએ.'

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું (Gujarat National games) આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના ગોધાવી ખાતે સંસ્કારધામમાં નેશનલ ગેમ્સ સ્પોર્ટ્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) હસ્તે આ સ્પોર્ટ્સ કોન્કલેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમતગમત પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. કોન્કલેવને સંબોધતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘જે ખેલાડીઓને હારવાનો ભય ન હોય તેને જ જીત મળે છે, વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ હંમેશા આફતને અવસરમાં બદલવાની શીખ આપી છે, અમે તે પ્રમાણે ચાલીએ છીએ.’

ગુજરાતના ખેલાડીઓએ અલગ ઓળખ ઉભી કરી : હર્ષ સંઘવી

તો રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતના ખેલાડીઓએ (Gujarati Players) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીતને અલગ ઓળખ ઉભી કરી છે. કોન્કલેવમાં સ્પોર્ટ્સ ઉદ્યોગ સાહસિકો વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોનલ ચોક્સી, પીવી સિંધુ, વીવીએસ લક્ષ્મણ સહિતના રમતવીરો અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ડિરેક્ટર જનરલ સંદીપ પ્રધાન હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, નેશનલ ગેમ્સમાં વિવિધ રાજ્યોના 45 રમતવીર 7 અલગ અલગ રમતોમાં ભાગ લેશે.

(વીથ ઈનપૂટ- દર્શલ રાવલ, અમદાવાદ)

Published On - 7:59 am, Thu, 29 September 22

Next Video