ગુજરાતના સૌ પ્રથમ Ramvan નું રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું

|

Aug 17, 2022 | 6:56 PM

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારો પર પ્રવાસન અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ થવા જઇ રહ્યો છે. રાજકોટમાં આજી ડેમ નજીક રામાયણની થીમ પર ગુજરાતનું સૌપ્રથમ રામવન નિર્માણ પામ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં રામવનનું લોકાર્પણ કર્યું છે

રાજકોટમાં(Rajkot) જન્માષ્ટમીના તહેવારો પર પ્રવાસન અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ થવા જઇ રહ્યો છે. રાજકોટમાં આજી ડેમ નજીક રામાયણની થીમ પર ગુજરાતનું સૌપ્રથમ રામવન(Ramvan)  નિર્માણ પામ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel)  રાજકોટમાં રામવનનું લોકાર્પણ કર્યું છે. જેમાં 47 એકર જમીન પર તૈયાર થયેલું રામવન ભગવાન શ્રીરામના સમગ્ર જીવન ચરિત્ર પર આધારિત છે. જેમાં 14 વર્ષના વનવાસના પણ મહત્વના પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2019માં રામવનનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું… જે પૂર્ણ થતાં જન્માષ્ટમીના લોકમેળા પહેલાં જ લોકો માટે રામવન ખૂલ્લું મુકવામાં આવશે… મુખ્યપ્રધાન દ્વારા રામવનની સાથે 23 ઇલેક્ટ્રીક બસનું પણ લોકાર્પણ કરવામાં આવશે… મેયર પ્રદિપ ડવે જણાવ્યું કે રાજકોટના લોકો માટે આ પર્યટન ક્ષેત્રે મળેલી ઉત્તમ ભેટ છે… જન્માષ્ટમી પર્વને ધ્યાને લેતા લોકોને 28 ઓગસ્ટ સુધી રામવનમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે..

રામવનની વિશેષતા એ છે કે તેમાં ભગવાન રામના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડારવામાં આવ્યા છે..તદુપરાંત ભગવાન રામના જીવનચરિત્ર સાથ સંકળાયેલા વિવિધ પ્રસંગોની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે… રામવનનું પ્રવેશદ્વાર ભગવાન રામના ધનુષ આકારનો તૈયાર કરવામાં આવ્યો છે… જેની થોડે આગળ જ પ્રભુ શ્રીરામની ભવ્ય પ્રતિમા મુકવામાં આવી છે… આ ઉપરાંત 5 સાદા અને 2 કલાત્મક ગઝીબો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે… આ ઉપરાંત મુલાકાતીઓની સુરક્ષા માટે સમગ્ર રામવનમાં સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે..

Published On - 6:54 pm, Wed, 17 August 22

Next Video