AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે ગુજરાત દેશમાં બીજા નંબરે, જાણો ટોપ 5 રાજ્યોના આંકડા

પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે ટોપ-5 રાજ્યોની સ્થિતિ પ્રમાણે માત્ર ઉત્તરપ્રદેશમાં ગુજરાતથી વધુ હત્યાઓ થઇ છે, જયારે બિહાર ગુજરાત સાથે જ બીજા ક્રમે રહ્યું છે.

પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે ગુજરાત દેશમાં બીજા નંબરે, જાણો ટોપ  5 રાજ્યોના આંકડા
Gujarat ranks second in the country in murder case in love and Extra marital affair
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 11:07 PM
Share

આજકાલ નજીવા કારણે કે સામાન્ય બોલાચાલી બાદ હત્યા (Murder) થઇ જાય છે. સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયા છે અને એ એટલો ઉગ્ર બની જાય છે કે ઝઘડામાં શામેલ કોઈનો ભોગ્લેવાઈ જાય છે. આજકાલ હત્યાના બનાવો વધી રહ્યાં છે. હત્યા (Murder) પાછળ અનેક કારણો હોય છે, જેને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના રીપોર્ટમાં વિસ્તારપૂર્વક દર્શાવવામાં આવે છે. વર્ષ 2020 ના NCRB માં ગુજરાત માટે ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે.

પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે ગુજરાત દેશમાં બીજા સ્થાને તાજેતરમાં થયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વર્ષ 2020 રીપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે આખા વર્ષમાં દેશમાં પ્રેમ પ્રકરણના કારણે કુલ 1443 હત્યાના બાવાનો બન્યા, એમાં ગુજરાતમાં 170 હત્યાના બનાવોનો સમાવેશ થાય છે. એટલે કે વર્ષ 2020 દરમિયાન દેશમાં પ્રેમ પ્રકરણ મામલે કુલ હત્યાઓ થઈ એની 12 ટકા હત્યા ગુજરાતમાં થઇ છે અને આ આંકડા સાથે ગુજરાત પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે દેશમાં બીજા ક્રમે રહ્યું છે.

આ છે ટોપ – 5 રાજ્યો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વર્ષ 2020 રીપોર્ટ પ્રમાણે 2020 ના વર્ષમાં દેશમાં પ્રેમ પ્રકરણના કારણે કુલ 1443 હત્યાઓ થઇ, જેમાં ટોપ-5 રાજ્યો આ પ્રમાણે છે :

ઉત્તરપ્રદેશ – 370 હત્યા ગુજરાત – બિહાર – 170 હત્યા મધ્યપ્રદેશ – 147 હત્યા મહારાષ્ટ્ર – 116 હત્યા રાજસ્થાન – 66 હત્યા

પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે ટોપ-5 રાજ્યોની સ્થિતિ પ્રમાણે માત્ર ઉત્તરપ્રદેશમાં ગુજરાતથી વધુ હત્યાઓ થઇ છે, જયારે બિહાર ગુજરાત સાથે જ બીજા ક્રમે રહ્યું છે, જયારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ગુજરાત કરતા પણ ઓછી સંખ્યામાં હત્યા થઇ છે.

પ્રેમ પ્રકરણમાં હત્યાનો રાજ્યમાં હાલનો બનાવ રાજ્યના રાજકોટ મહાનગરમાં તાજેતરમાં જ પ્રેમ પ્રકરણ મુદ્દે એક યુવકની હત્યા કરવામાં આવી છે. માસીના પ્રેમમાં ગળાડૂબ ભાણીયાની તેના માસાએ જ હત્યા કરી નાખી અને આ રીતે લગ્નેત્તર અને અનૈતિક સંબંધો હત્યાનું કારણ બન્યા છે.

રાજકોટ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે હત્યારો કમલેશ ઉર્ફે શિવપુરંદન અને મૃતક નિર્મોહિલાલ બંન્ને કૌંટુબિક માસા-ભાણેજ થાય છે અને બંન્ને ઉત્તરપ્રદેશમાં એક જ ગામમાં રહે છે.નિર્મોહિને કમલેશની પત્નિ સાથે અનૈતિક સબંઘો હતા, જેની જાણ કમલેશને થઇ ગઇ હતી. થોડા સમય પહેલા પોતાના વતનમાં નિર્મોહિ અને કમલેશ મળ્યા હતા અને કમલેશે નિર્મોહીને “મારી પત્નિને ફોન કેમ કરે છો?” તેવું કહીને ઝઘડો પણ કર્યો હતો. ગત 15મી તારીખે જ્યારે નિર્મોહિ શાકભાજી લેવા માટે ગયો હતો ત્યારે કમલેશે તેનો પીછો કર્યો હતો અને લાઇટ ન હતી તેવી જગ્યા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતુ અને ત્યારબાદ ફરાર થઇ ગયો હતા.

આ પણ વાંચો : Rain in Gujarat : રાજ્યમાં 89 તાલુકાઓમાં પડ્યો વરસાદ, મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

g clip-path="url(#clip0_868_265)">