અમદાવાદમાં પકડાયું નકલી ચલણી નોટો છાપવાનું ‘કારખાનું’, SOGએ બે શખ્સોની ધરપકડ કરી

આરોપીઓ ઇસનપુર વિસ્તારમાં અકે ઘરમાં જ પ્રિન્ટર દ્વારા નકલી ચલણી નોટો છાપતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 5:18 PM

AHMEDABAD : અમદાવાદમાં નકલી ચલણી નોટો છાપવાનું એક ‘કારખાનું’ પકડાયું છે. અમદાવાદ SOG ક્રાઇમે નકલી નોટ પ્રિન્ટીંગ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઇસનપુર વિસ્તારમાં અકે ઘરમાં જ પ્રિન્ટર દ્વારા નકલી ચલણી નોટો છાપતા હતા. અમદાવાદ SOG ક્રાઇમે આરોપીઓ પાસેથી બે લાખ બત્રીસ હજારની નકલી ચલણી નોટો અને અન્ય વસ્તુઓ કબજે કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અગાઉ પણ નકલી ચલણી નોટો છાપી હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં નકલી ચલણી નોટો સાથે આરોપીઓના પકડાવાના તાજેતરમાં જ કેસ સામે આવી ચુક્યા છે. ગત મહીને બનાસકાંઠા જિલ્લામાંથી આવું જ એક નકલી ચલણી નોટોનું રેકેટ પકડાયું હતું. બનાસકાંઠા પોલીસની SOG ટીમે થરાદ તાલુકાના ડુંવા ગામેથી 200 રૂપિયાના દરની 940 જેટલી નકલી નોટો સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ નકલી નોટોની કિંમત 1 લાખ 88 હજાર રૂપિયા હતી.SOG પોલીસને ડુંવા ગામે કેટલાક ઇસમો નકલી નોટોનું કૌભાંડ આચરતા હોવાની બાતમી મળી હતી જેને આધારે LCB અને SOG પોલીસની સંયુક્ત ટુકડીએ આરોપીઓને પકડી લીધા હતા.

આ પણ વાંચો : ગોત્રી દુષ્કર્મ કેસમાં નવો વળાંક, ઘટના પછીના CCTV સામે આવ્યાં બાદ વકીલે નવો જ દાવો કર્યો

આ પણ વાંચો : Ahmedabad: નામાંકિત બિલ્ડર ગ્રુપ અને બ્રોકર્સના 22 સ્થળો પર ITના દરોડા, મોટી કરચોરી કર્યાની શંકાને લઈને તપાસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">