Gujarati Video : જંત્રી મુદ્દે બિલ્ડર એસોશિએશને CM ભુપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક, હકારાત્મક પ્રતિક્રિયા મળ્યાનો બિલ્ડર્સનો દાવો

|

Feb 06, 2023 | 2:48 PM

Gandhinagar News : જંત્રીના દરમાં રાજ્ય સરકારે 100 ટકાનો વધારો કરતા બિલ્ડરોમાં 2 દિવસથી બેઠકોનો દોર જોવા મળી રહ્યો હતો. જે પછી બિલ્ડર એસોશિએશને રાજ્ય સરકારને મળીને જંત્રીના દરના વધારો 3 મહિના બાદ અમલી કરવા રજૂઆત કરી છે.

12 વર્ષ બાદ રાજ્ય સરકારે એકાએક વધારેલા જંત્રીના દરને લઇને બિલ્ડર એસોસિએશને CM ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી. ત્યારે આ બેઠક હકારાત્મક રહ્યાનો બિલ્ડર્સ એસોશિએશને દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ કે CM ભુપેન્દ્ર પટેલે નવી જાહેરાત કરવાનું વચન આપ્યુ છે. મહત્વનું છે કે જંત્રીમાં જંગી વધારો કરતા બિલ્ડર એસોસિએશન નારાજ છે. તેમને સરકારના નિર્ણયથી એન્ડ યુઝર્સ અને ડેવલોપર્સ વચ્ચે મુશ્કેલી ઊભી થવાનો ડર છે. જેને લઈને આજે અગ્રણી બિલ્ડરોએ CM સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી.

જંત્રીના દરમાં રાજ્ય સરકારે 100 ટકાનો વધારો કરતા બિલ્ડરોમાં 2 દિવસથી બેઠકોનો દોર જોવા મળી રહ્યો હતો. જે પછી બિલ્ડર એસોશિએશને રાજ્ય સરકારને મળીને જંત્રીના દરના વધારો 3 મહિના બાદ અમલી કરવા રજૂઆત કરી છે. મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ ક્રેડાઇ ચેરમેન અજય પટેલે જણાવ્યુ કે CM ભુપેન્દ્ર પટેલે યોગ્ય વિચારણા બાદ ટૂંક સમયમાં જાહેરાતનું આશ્વાસન આપ્યુ છે.

તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે, સરકાર અમારી માગ પર હકારાત્મક વિચારણા કરશે. 33-33 ટકાના દરે નવી જંત્રી લાગુ કરાય તેવી માગ અમે મુકી છે. અમે અમારી વ્યથા અને સમસ્યા સરકારને જણાવી છે.

જંત્રીના દર વધતા બિલ્ડરો અને સામાન્ય પ્રજાનો વિરોધનો સૂર

સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં સીધો 100 ટકાનો વધારો કરી દીધો છે અને જંત્રીના બમણા ભાવનો સોમવારથી જ અમલ કરાશે. જોકે આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે આ જંત્રીના ડબલ ભાવવધારા અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. રાજ્યમાં જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો છે. એ જોતાં જમીનોના ભાવમાં વધારો પણ થયો છે.

હવે આ જમીનોના બજાર ભાવ યોગ્ય રીતે નક્કી થઈ શકે તે માટે જંત્રીના દર બમણા કરી દેવાયા છે. એટલે સીધી ભાષામાં કહીએ તો રાજ્યમાં નવા ઘર ખરીદવા માગતા લોકોનો દસ્તાવેજનો ખર્ચ વધી જશે. આ ઉપરાંત અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સનો ખર્ચ પણ 30થી 50 ટકા વધી જશે.

Next Video