ગુજરાતનું બજેટ સર્વગ્રાહી અને સર્વ સમાજની ઉન્નતિનું પથદર્શક : સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે આ બજેટમાં સામાજિક સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોને વાવણીથી વેચાણ સુધી સારા ભાવ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવાનોને રોજગારીની વધુ તકો મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 11:10 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  બજેટને સર્વગ્રાહી અને સર્વ સમાજની ઉન્નતિ દર્શાવતું ગણાવ્યું હતું. ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા બજેટ(Gujarat Budget 2022)  થકી ગ્લોબલ વિકાસની નવી કેડી કંડારવાનો પ્રયાસ થયો છે. જેમાં રાજ્યના ખેડૂતો, યુવાનો, વનબંધુ, માછીમારોની ઉન્નતિ માટે સંખ્યાબંધ આયોજન કરાયા છે. તો શિક્ષણ, આરોગ્ય, કૌશલ્યવર્ધન માટે પણ પ્રામાણિક પ્રયાસ નાણાંપ્રધાન કનુ દેસાઈએ કર્યા છે. ગયા વર્ષ કરતાં 17 હજાર કરોડના વધારા સાથે નવા કરવેરા વિનાનું બજેટ છે. સાગર ખેડુ અને વનબંધુ માટે યોજના જાહેર કરવામાં આવ્યા છે. રોજગાર સર્જન અને કોશલ્ય વર્ધનનો આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમાજના છેવાડાના માનવીને યોજનાનો  લાભ મળે તેવી કાળજી લેવામાં આવી છે.

યુવાનોને રોજગારીની વધુ તકો મળે તે માટે આયોજન

સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે આ બજેટમાં સામાજિક સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખેડૂતોને વાવણીથી વેચાણ સુધી ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે એ માટે આ બજેટમાં ખાસ કાળજી લેવામાં આવી છે.યુવાનોને રોજગારીની વધુ તકો મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

સમાજ-વર્ગોના સર્વગ્રાહી ઉત્થાનની અનેક યોજનાઓ સાથેનું બજેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આ બજેટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરશે એવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો છે. દેશના ગ્રોથ એન્જિન ગુજરાતનું આ બજેટ ખેડૂતો, યુવારોજગારી, સાગરખેડૂ, વનબંધુ, ગરીબો, વંચિતો સહિત સૌ સમાજ-વર્ગોના સર્વગ્રાહી ઉત્થાનની અનેક યોજનાઓ સાથેનું બજેટ છે.

આ પણ વાંચો : Rajkot : રાત્રીના સમયે ખેતરમાં રહેતા લોકો પર હુમલો કરીને લૂંટ ચલાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ

આ પણ વાંચો :  Gandhinagar : ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટર એસ.કે.રંધાવા ગેરરીતિના કેસમાં સસ્પેન્ડ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">