ગુજરાત ભાજપનુ 35 હોદ્દેદારોનું નવુ સંગઠન માળખુ જાહેર, નવા ચહેરાને અપાયું પ્રાધાન્ય

ગુજરાત ભાજપનુ 35 હોદ્દેદારોનું નવુ સંગઠન માળખુ જાહેર, નવા ચહેરાને અપાયું પ્રાધાન્ય

| Edited By: | Updated on: Dec 28, 2025 | 8:16 AM

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ નિતીન નબીનની સહમતીથી, પ્રદેશના નવા સંગઠન માળખાની જાહેરાત કરી છે. આ નવા પ્રદેશ સંગઠનમાં, સીઆર પાટીલના સમયના સંગઠન માળખામાંથી જૂના ચહેરાઓની બાદબાકી કરી છે. કુલ 35 જેટલા હોદેદારોમાં સૌરાષ્ટ્રના 10 અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. 

નવા માળખામાં, જાહેર કરાયેલા 10 ઉપ પ્રમુખમાંથી 2 મહિલાઓને હોદ્દો ફાળવવામાં આવ્યો છે. તો નવા માળખામાં જાહેર કરાયેલા 10 પ્રદેશ મંત્રીમાંથી 6 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ મહામંત્રી તરીકેએક સિવાયના બાકી નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જેમા પ્રશાંત કોરાટનો ચહેરો જૂનો ગણાય કારણ કે તેઓ ભાજપના યુવા મોરચામાં રહી ચૂકેલા છે.

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા તરીકે અમદાવાદના ડોકટર અનિલ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના જૂના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની ટીમમાંથી તમામને પડતા મુકવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો