ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને ભાજપના બે નેતા આમને સામને

| Edited By: | Updated on: Jul 06, 2022 | 10:21 PM

ગુજરાતમાં(Gujarat) આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ઓબીસી અનામત રદ કરવામાં આવશે. જો કે આ જાહેરાત બાદ ઓબીસી બેઠકો દૂર કરવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપના બે નેતા અલ્પેશ ઠાકોર અને વરુણ પટેલ આમને સામને આવ્યા છે.

ગુજરાતમાં (Gujarat) ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીમાં (Gram Panchayat election ) OBC અનામત રદ્દ કરવા મુદ્દે સુપ્રિમ કોર્ટના આદેશનો અમલ કરવા માટે સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જેમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામત રદ કરવામાં આવશે. જો કે આ જાહેરાત બાદ ઓબીસી બેઠકો દૂર કરવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપના બે નેતા અલ્પેશ ઠાકોર અને વરુણ પટેલ આમને સામને આવ્યા છે. જેમાં ભાજપના બે નેતા અલ્પેશ ઠાકોર અને વરુણ પટેલ આમને સામને આવ્યા છે. જેમાં જેમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ ગ્રામ્ય પંચાયત ચૂંટણી ઓબીસી અનામત અમલ કરવાનો સૂર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે OBC વર્ગને અન્યાય થાય છે. જ્યારે બીજી તરફ ભાજપ નેતા વરુણ પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS અનામત આપવાની માગ કરી છે. જેમાં ભાજપ નેતા વરૂણ પટેલે ટ્વિટ કરીને EWS અનામત આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે EWS પછાત વર્ગ છે એને પણ 10 ટકા અનામત આપો. તેમજ “SC,ST,OBCને અનામત મળે છે તો EWSને પણ અનામત આપો. અલ્પેશ ઠાકોરના OBC અંગેના નિવેદન પર વરૂણ પટેલે ટ્વિટ કર્યું હતું.

આ ઉપરાંત આ હિલચાલનો કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ અને ઋત્વિક મકવાણાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકાર પહેલા કમિશન બનાવે તેવી પૂજા વંશના પત્રમાં માગ કરવામાં આવી છે. જો રાજ્ય સરકાર SCના નિર્ણયનો અમલ નહીં કરે તો પંચાયતમાં OBC સમાજનું પ્રતિનિધિત્વ દૂર થઈ જશે.

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાત રાજય ચૂંટણી આયોગે તારીખ 10 મે 2022ના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી રાજયમાં બાકી રહેલ 3252 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને આ ચૂંટણીમાં ચૂંટણી આયોગ ના મત મુજબ ઓ.બી.સી બેઠકોને સામાન્ય બેઠકોમાં પરિવર્તન કરવા અંગે સૂચન કરેલ છે.