Video : કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા, કહ્યુ-ભરતી અંગે પાર્ટી નક્કી કરશે

|

Mar 19, 2024 | 6:40 PM

વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ છે. વિધાનસભા અધ્યક્ષે કેતન ઇનામદારનું રાજીનામું હજુ સ્વીકાર્યુ નથી, ત્યારે કેતન ઇનામદારના રાજીનામા અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે માણસ તરીકે નારાજગી તો કોઇને પણ હોઇ શકે.

રાજીનામા અંગે કેતન ઇનામદારે મીડિયા સમક્ષ જણાવ્યુ કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થવી જોઇએ.પાર્ટીને મોટી કરવી જોઇએ, પાર્ટીનો વિવેક વધારવો જોઇએ.ભાજપમાં થઇ રહેલા ભરતી મેળાથી મારા સહિત અનેક કાર્યકરો નારાજ છે. નવા સભ્યો આવતા ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના ન થવી જોઇએ. માન-સન્માનને ઠેંસ પહોંચતા રાજીનામું આપ્યુ છે.

આ પણ વાંચો-Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા, કહ્યુ માન-સન્માનને ઠેસ પહોંચતા રાજીનામું આપ્યું

તેના જવાબમાં સી આર પાટીલે પ્રતિક્રિયા આપી છે કે ભરતી અંગે પાર્ટી નક્કી કરશે, કોઇ ધારાસભ્ય નહીં. સી આર પાટીલે એમ પણ જણાવ્યુ કે માણસ તરીકે નારાજગી કોઇ પણ વ્યક્તિને હોઇ શકે. મીડિયાના કેતન ઈનામદારને મનાવવામાં આવશે એ સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે તે માનેલા જ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:13 pm, Tue, 19 March 24

Next Video