ડમી કૌભાંડને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપ્યુ છે. તેમણે યુવરાજસિંહનું નામ લીધા વગર જ યુવરાજસિંહ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યુ કે ડમીકાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો વ્યક્તિ જ આજે પાંજરામાં છે. ડમી કૌભાંડની વાત કરતો હોય એ વ્યક્તિ જ પોલીસ તપાસમાં ગુનેગાર સાબિત થાય એ મોટી ઘટના છે. યુવરાજસિંહે ડમીકાંડમાં કરોડો રૂપિયા પડાવ્યા છે, જેના પુરાવા પોલીસ પાસે છે. તેમણે કહ્યુ કે રાજકીય વ્યક્તિના નામ આપવા અને પુરાવા આપવા તેમાં બહુ ફેર છે. તેમણે કહ્યુ કે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા છે.
આ પણ વાંચો-36 દિવસ સુધી ફરાર થયા બાદ ધરપકડ… જાણો કોણ છે અમૃતપાલના ખાલિસ્તાની કાવતરાના 9 માસ્ટરમાઇન્ડ
મહત્વનું છે કે ભાવનગરના ડમી કૌભાંડના તોડકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરાઇ છે. તોડકાંડમાં બંન્નેના યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં યુવરાજસિંહ તેમના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કુલ 4 આરોપીની ધરપકડ થઇ છે.
ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ ઉપરાંત શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…