ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાએ કોરોના મૃતકોની સહાય વધારવા માંગ કરી, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી

|

Jan 22, 2022 | 6:49 PM

કોંગ્રેસે કોરોના મૃતકના સગાને 4 લાખ રૂપિયાનું વળતર આપવા રજૂઆત કરી છે. આ મુદ્દે કોંગ્રેસ જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી લડશે.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા(LOP) સુખરામ રાઠવાએ(Sukhram Rathwa)કોરોના મૃતકોની સહાય(Corona Aid)વધારવા માગ કરી છે. કોંગ્રેસે કોરોના મૃતકના સગાને 4 લાખ રૂપિયાનું વળતર આપવા રજૂઆત કરી છે. આ મુદ્દે કોંગ્રેસ જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી લડશે. તેમણે રાજ્ય સરકારે કોરોના મૃતકોના આંકડા છુપાવ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોરોનાના મૃતકોને સહાય ચૂકવવામાં આવે છે. જેની રકમ રૂપિયા 50,000 છે.જ્યારે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરકારી ઠરાવ બહાર પાડી જાહેરાત કરી છે કે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર મૃતકોના કુટુંબીજનોને સહાય આપવા આવશે. ડિઝાસ્ટર મેનેજન્ટ એક્ટ-2005 હેઠળ કુદરતી આપત્તિના કારણે થતાં નુકશાન માટે નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે. આ એક્ટમાં કોવિડ-19 નો સમાવેશ SDRF ના ધોરણોમાં સમાવેશ કર્યો છે.

State Disaster Response Fund (SDRF) દ્વારા Corona માં મૃત્યુ પામેલ મૃતકના પરિવારના વારસદારને સહાય આપવા માટેની માર્ગદર્શિકા બહાર પાડેલ છે. જે માર્ગદર્શિકા પ્રમાણે કોરોના સહાય યોજનામાં 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના વાઈરસ જન જાગૃતિ માટેની અખબાર યાદી તથા COVID-19 Dashboard- Gujarat ઓફિશિયલ વેબસાઈટ બનાવવામાં પણ આવેલ છે. જ્યાંથી સરકારી માહિતી મેળવી શકાશે.

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના પગલે રેલ્વેમાં મુસાફરોની સંખ્યા ઘટી, ટિકિટ કેન્સલેશન વધ્યું

આ પણ વાંચો : રાજ્ય સરકાર જો સોલાર એનર્જી પ્રોજેક્ટની સબસિડી નહિ ચૂકવે તો ઉધોગકારો મતદાનનો બહિષ્કાર કરશે

Published On - 6:45 pm, Sat, 22 January 22

Next Video