Ahmedabad : કોરોનાના પગલે રેલ્વેમાં મુસાફરોની સંખ્યા ઘટી, ટિકિટ કેન્સલેશન વધ્યું

Ahmedabad : કોરોનાના પગલે રેલ્વેમાં મુસાફરોની સંખ્યા ઘટી, ટિકિટ કેન્સલેશન વધ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 6:06 PM

ત્રીજી લહેરને પગલે ટ્રેનોમાં પ્રવાસ કરતા મુસાફરોની સંખ્યા ઘટી છે. તેમજ વેઈટિંગ લિસ્ટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે જેને પગલે રિઝર્વેશનની ટિકિટ પણ સતત કેન્સલ થઈ રહી છે.

ગુજરાતમાં(Gujarat)  અને સમગ્ર દેશમાં કોરોનાના(Corona)  ત્રીજી લહેરમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે રાજય સરકાર દ્વારા અનેક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. જેની અસર આડકતરી રીતે મુસાફરી પર પણ પડી છે. તેમજ લોકો કામ વગર મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેમાં રેલવેમાં(Railway)  ત્રીજી લહેરને પગલે ટ્રેનોમાં પ્રવાસ કરતા મુસાફરોની સંખ્યા ઘટી છે. તેમજ વેઈટિંગ લિસ્ટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે જેને પગલે રિઝર્વેશનની ટિકિટ પણ સતત કેન્સલ થઈ રહી છે. ટિકિટ કેન્સલ થતા રેલ્વે વિભાગ દ્વારા કરોડો રૂપિયા રિફંડ તરીકે ચૂકવવા પડી રહ્યા છે.

સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે કેસ મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. કોરોના સંક્રમણ વધવાની સાથે ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, જામનગર સહિત 8 મહાનગરો તેમજ 17 શહેરોમાં રાત્રી કર્ફયૂ લાદયો છે. તેમજ લગ્ન સમારોહમાં 150 લોકોની મર્યાદામાં છૂટ આપી છે. જેના પગલે લોકોએ પોતાના અનેક મોટા કાર્યક્રમો, મુસાફરી સહિતના આયોજનો મુલત્વી રાખવા પડયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એલર્ટ થઇ ચૂકયું છે.

Published on: Jan 22, 2022 06:04 PM
g clip-path="url(#clip0_868_265)">