Gujarat Election 2022 : Big Debate On Bus દ્વારકાના વિકાસ મુદ્દે કોંગ્રેસે કર્યા ભાજપ પર આક્ષેપ, કહ્યું વિકાસની વાતો ભ્રામક

| Edited By: | Updated on: Nov 08, 2022 | 6:44 PM

ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ દ્વારકા પહોંચી હતી. જયા રાજકીય નેતાઓ સાથે સ્થાનિક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ડિબેટમાં કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલીયા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા અને કોંગ્રેસ નેતા એભાભાઇ કરમુઠ જોડાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ દ્વારકા પહોંચી હતી. જયા રાજકીય નેતાઓ સાથે સ્થાનિક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ડિબેટમાં કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલીયા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા અને કોંગ્રેસ નેતા એભાભાઇ કરમુઠ જોડાયા હતા.

આ ડિબેટમાં કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલીયાએ કહ્યું કે આ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નો વ્યાપક છે. કોંગ્રેસ કામ કરવામાં માને છે. કોંગ્રેસે તેના શાસનમાં 15 ડેમ બનાવ્યા છે. જેમાં કોંગ્રેસે 27 વર્ષ પૂર્વે બનેલા સાની ડેમને ભાજપ સરકાર પાંચ વર્ષથી રીપેર પણ કરાવી શકી નથી. તેમજ જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી બનાવેલા તૈયાર થયેલા સબ સ્ટેશન પણ ખુલ્લા નથી મૂકી શકાયા.પિંડારા -બંધારા યોજના આવો જ પ્રશ્ન છે. ભાજપ સરકાર માત્ર કાગળ પર વાતો કરે છે જમીની હકીકત સંદતર અલગ છે. તેમજ જો ભાજપે કામ કર્યું હોત તો ભાજપ નેતા આજે ચર્ચા કરવા આવ્યા હોત. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં એક પણ મહિલા કે સાયન્સ કોલેજ નથી. તેમજ ખંભાળિયા અને દ્વારકામાં હોસ્પિટલના બિલ્ડિંગો છે. તેમા પૂરતો સ્ટાફ નથી. દર્દીઓ સારવાર માટે જાય છે તો પુરતા સાધનો નથી. લોકોને મુશ્કેલ હાલતમાં જામનગર જવું પડે છે. ટૂંકમાં ભાજપ માત્ર વાતો કરે છે વિકાસ થયો નથી.

આ ડિબેટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત છે. પરંતુ એ બાબતને અમે માનીએ છીએ કે પક્ષ દ્વારા ટિકિટ વહેંચણીમાં વિલંબ કરવામાં આવે છે. જેના લીધે બેઠક જીતવી અઘરી બની જાય છે. તેમજ છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે જેના લીધે અધિકારીઓ પણ અમને સાથ આપતા નથી.

જ્યારે  કોંગ્રેસ નેતા એભાભાઇ કરમુઠે જણાવ્યું હતું કે,

Published on: Nov 08, 2022 06:40 PM