Gujarat Assembly Election 2022 : કોંગ્રેસમાં જોડાવવાની અટકળો પર નરેશ પટેલે કરી આ સ્પષ્ટતા

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસમાં જોડાવવાની અટકળો પર નરેશ પટેલે કરી આ સ્પષ્ટતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 4:58 PM

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ( Naresh Patel) કહ્યું હતું કે હું એક લગ્નમાં હાજરી આપવા ગયો હતો. જો કે લગ્ન પ્રસંગના અનેક નેતાઓને મળ્યો છું. હું કયા નેતાને મળ્યો તે અંગે હાલ હું સ્પષ્ટતા કરવા માંગતો નથી. તેમજ નરેશ પટેલ ગુજરાત સ્થાપના દિવસે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તે બાબતે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં આવી કોઇ વાત  નથી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી( Gujarat Assembly Election 2022) પૂર્વે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની(Naresh Patel)  કોંગ્રેસમાં(Congress)  જોડાવવાની અટકળો પર તેમણે હાલ પૂર્ણ વિરામ મૂક્યો છે. તેમણે આજે રાજકોટ પરત ફરીને મીડિયા સાથે વાતચીત તેમણે જણાવ્યું હતું કે હું દિલ્હીમાં અંગત રીતે કોઇ નેતાને મળ્યો નથી. તેમજ હું એક લગ્નમાં હાજરી આપવા ગયો હતો. જો કે લગ્ન પ્રસંગના અનેક નેતાઓને મળ્યો છું. હું કયા નેતાને મળ્યો તે અંગે હાલ હું સ્પષ્ટતા કરવા માંગતો નથી. તેમજ નરેશ પટેલ ગુજરાત સ્થાપના દિવસે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તે બાબતે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં આવી કોઇ વાત  નથી. નરેશ પટેલે  કહ્યું કે ઔપચારિક રીતે નેતાઓને મળ્યું છે. રાજકીય રીતે જ બહાર જતો હોવું છે.

આ પૂર્વે એવી ચર્ચા હતી કે, કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત બાદ નરેશ પટેલ રાજકોટ પરત ફરી રહ્યા છે. ચર્ચા એવી છે કે નરેશ પટેલની ઈચ્છા અને ડિમાન્ડનો કોંગ્રેસ હાઈકમાન્ડે આદર રાખ્યો છે. નરેશ પટેલ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવા ઈચ્છી રહ્યા હતા અને સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરની એન્ટ્રી માટે લીલીઝંડી આપી દીધી હોવાની પણ ચર્ચા છે.

નરેશ પટેલે માત્ર કોંગ્રેસ સાથે મુલાકાત કરી હોય તેવું નથી, પણ છેલ્લા એકાદ મહિનામાં નરેશ પટેલ ભાજપ, આમ આદમી પાર્ટી અને વિવિધ સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. ઓગસ્ટ 2021થી શરૂ થયેલો મુલાકાતનો સિલસિલો હજુ પણ યથાવત્ છે.

આ પણ વાંચો :  Surat: ઉધના બન્યું દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન, હવે અહીં બની રહ્યું છે ચકલીઓ માટે ખાસ ‘Sparrow Zone’

આ પણ વાંચો : BHARUCH : ભરૂચ જિલ્લાની આજની આ 5 મુખ્ય ખબરો તમારી જાણમાં છે?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">