Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે આમ આદમી પાર્ટીનું સમર્થન લેવાને લઇને કર્યો આ મોટો ખુલાસો
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ જ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જેમાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેમજ રાજયમાં હાલ ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર છે. જેમાં આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીના સમર્થનને લઇને મોટો ખુલાસો કર્યો છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ જ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જેમાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેમજ રાજયમાં હાલ ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર છે. જેમાં આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીના સમર્થનને લઇને મોટો ખુલાસો કર્યો છે. જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ આમ આદમી પાર્ટીનો ટેકો મુદ્દે પલટી મારી છે. તેમજ કહ્યું છે કે આમ આદમી પાર્ટી ગાંધી વિરોધી પાર્ટી છે. તેનું સમર્થન કયારેય લેવામાં નહિ આવે.
આમ આદમી પાર્ટીએ ગાંધીજી અને સરદાર વિરોધી છે. તેમણે પંજાબની સરકારી કચેરીઓમાંથી તેમના ફોટા ઉતારી લીધા છે. તેમજ જે પાર્ટી ગાંધી અને સરદારનું અપમાન કરે તેને ગુજરાતમાં કોઇ સ્થાન ના હોઇ શકે. તેમજ આવી પાર્ટી સાથે કોંગ્રેસ કોઇ પ્રકારનું જોડાણ કરવા માંગતી નથી.
Published on: Nov 06, 2022 04:40 PM