GUJARAT : 8 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ સમય ઘટાડાય તેવી શક્યતા, નવરાત્રિ તહેવારમાં કેટલી મળશે છુટછાટ ?

નોંધનીય છેકે કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી રદ થઇ હતી. પરંતુ આ વખતે કોરોનાની સ્થિતિ થોડી હળવી થઇ છે. જેથી સોસાયટી અને ફાર્મ હાઉસમાં શેરી ગરબાની ગાઈડલાઈન જાહેર થવાની સંભાવનાઓ વધી છે.

નવરાત્રીને લઇને થોડાક ખુશીના ખબર આવી રહ્યાં છે. આજે સરકાર રાત્રિ કર્ફ્યૂમાં થોડીક છુટછાટ આપે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. અને, નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યૂની સમયની અવધિ થોડીક ઘટાડાય તેવી શકયતા છે.

ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડાય તેવી શક્યતા છે, કોરોના નિયંત્રણ માટે સરકારે 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ જાહેર કર્યો છે, જો કે આગામી 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી રાત્રિ કર્ફ્યૂમાં છૂટ મળી શકે છે, રાજ્ય સરકાર રાત્રિ કરફ્યૂના સમય અંગે આજે સત્તાવાર જાહેરાત કરી શકે છે, નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી છે,

નોંધનીય છેકે કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી રદ થઇ હતી. પરંતુ આ વખતે કોરોનાની સ્થિતિ થોડી હળવી થઇ છે. જેથી સોસાયટી અને ફાર્મ હાઉસમાં શેરી ગરબાની ગાઈડલાઈન જાહેર થવાની સંભાવનાઓ વધી છે. સાથે સાથે રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડો થાય તો સિનેમા ઉદ્યોગ ફરી ધમધમતો થશે તેવું પણ લાગી રહ્યું છે. અને એ સાથે જ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને પણ એવી આશા છે કે, તેમને પણ નવરાત્રિ દરમિયાન રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા માટે 2 કલાકનો વધારાનો સમય અપાશે.

ગુજરાતમાં અગાઉ સરકારે 400 લોકોની હાજરીમાં ડી.જે.ઓરકેસ્ટ્રા સાથે ઉત્સવોની ઉજવણી માટે ગૃહ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેથી નવરાત્રિના તહેવારમાં આ છુટછાટમાં વધારો કરાશે તેવું હાલના સંજોગોમાં લાગી રહ્યું છે. જેથી ખૈલેયાઓમાં ખુશીનો માહોલ પણ દેખાઇ રહ્યો છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati