Gujarati video: કોરોનાથી ડરવાની જરૂર નથી, ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન

| Edited By: | Updated on: Apr 07, 2023 | 4:04 PM

વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને આપી ખાતરી આપતા કહ્યું હતું કે  વેક્સિનના જથ્થાની માગણી કરી છે અને વેક્સિન આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. તેમણે  કહ્યું હતું કે  હતો ત્યારે કોઇ વેક્સિન લેવા આવતું ન હતું.

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકો કોરોનાથી ડરે નહીં પરંતુ સાવચેતી રાખે તેવી આરોગ્ય પ્રધાને અપીલ કરી હતી. સાથે જ તેમણે ટેસ્ટીંગ વધારવા માટે પણ સૂચના આપી દીધી છે.

વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને આપી ખાતરી આપતા કહ્યું હતું કે  વેક્સિનના જથ્થાની માગણી કરી છે અને વેક્સિન આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. તેમણે  કહ્યું હતું કે  હતો ત્યારે કોઇ વેક્સિન લેવા આવતું ન હતું.

ડોક્ટર  આપી રહ્યા છે સાવચેતી રાખવાની આપી સલાહ

કોરોનાએ ફરીએકવાર સ્પીડ પકડી છે.રોજના વધતાં આંકડાઓ ફિકર વધારી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં 6000થી વધુ કેસ આવતાં જ આરોગ્ય વિભાગ અને ડોક્ટર્સ પણ એલર્ટ મોડ પર આવી ગયા છે.જો સ્થિતિ આમ જ રહેશે તો આવનારો સમય મુશ્કેલી છે એ નક્કી.એટલે જ ડોક્ટર્સ લોકોને પહેલેથી જ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે .

ફરી એકવાર ગુજરાત અને ભારતમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેનાથી સરકારની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. ગત રોજ રાજ્યમાં કોરોનાથી અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું હતું અને કુલ 327 કેસ નોંધાયા  હતા એકટિવ કેસનો આંકડો 2142 પર પહોંચ્યો છે. જેમાંથી 11 દર્દી વેન્ટીલેટર પર છે અને 2131 દર્દી સ્ટેબલ છે. આજે 360 દર્દીઓેનો ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના આંકડામાં વધઘટ જોવા મળી રહી છે. કોરોના રિકવરી રેટ 99.97 થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…