Breaking news : કોરોનાનો હાહાકાર…દેશમાં coronaના સક્રિય કેસ 28 હજારને પાર
Coronavirus Cases Today : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6050 નવા કેસ નોંધાયા છે, આરોગ્ય મંત્રાલય શુક્રવાર (7 એપ્રિલ) દૈનિક રીપોર્ટમાં આ માહિતી આપી છે.
દેશમાં કોરોનાના સક્રિય કેસ 28 હજારને પાર કરી ગયા છે. ભારતમાં કોરોનાવાયરસ સતત તબાહી મચાવી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં 6 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 13 કોવિડ સંક્રમિતોના મોત થયા છે. એક દિવસ પહેલા જ દર્દીઓની સંખ્યા લગભગ 6 મહિનાનો રેકોર્ડ તોડીને 28 હજારને પાર કરી ગઈ હતી. આ ઉપરાંત સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ એક હજારને પાર થઈ ગઈ છે.
વૃદ્ધ અને લાંબી બીમારીના દર્દીઓસકોવિડથી સૌથી વધુ જોખમમાં છે, પરંતુ યુવાનોને પણ તેનાથી બચાવવા જરૂરી છે. કોવિડનો વાયરસ 18 થી 50 વર્ષની વયજૂથમાં પણ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે આ લોકો કોવિડથી પોતાને કેવી રીતે બચાવી શકે છે.
આ રીતે બચાવ કરવો
દિલ્હીની લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમાર કહે છે કે આ સમયે કોવિડના લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે. જો ખાંસી-શરદી કે હળવો તાવ હોય તો કોવિડ ટેસ્ટ કરાવો. આનાથી તમને સમયસર બીમારી વિશે ખબર પડી જશે અને સ્થિતિ વધુ ખરાબ નહીં થાય. જ્યાં સુધી નિવારણનો સવાલ છે, માસ્ક એ કોરોનાથી બચવાનો સૌથી અસરકારક રસ્તો છે. કારણ કે કોવિડ એ શ્વસન ચેપ છે, જે છીંક અને ઉધરસ દ્વારા ફેલાય છે. આ કિસ્સામાં, માસ્ક સરળતાથી વાયરસ સામે રક્ષણ આપે છે. આ સિવાય સ્વચ્છતાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કંઈપણ ખાતા પહેલા હાથ ધોઈ લો. અત્યારે થોડા દિવસો માટે બહારનું ખાવાનું ટાળો. જો કોઈ વ્યક્તિમાં ફ્લૂના લક્ષણો દેખાય છે, તો તેનાથી અંતર રાખો.
કેસ કેમ વધી રહ્યા છે ?
AIIMSના ક્રિટિકલ કેર વિભાગમાં પ્રોફેસર ડૉ. યુદ્ધવીર સિંહ સમજાવે છે કે થોડા સમય પછી કોવિડ સામે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. હવે લોકોમાં રોગપ્રતિકારક શક્તિનું સ્તર ઘટી રહ્યું છે, તેથી તેઓ સંક્રમિત થઈ રહ્યા છે. નવા પ્રકાર પણ કેસ વધવાનું મુખ્ય કારણ છે. આ પ્રકાર નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને શિકાર બનાવે છે. લોકો કોવિડ પ્રત્યે પણ બેદરકાર છે. કેસ વધવા છતાં માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. લોકોને હવે કોરોનાને હળવાશથી ન લેવાની સલાહ આપવામાં આવે છે. અને માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે.
શું નવી લહેરનો ભય છે ?
ડૉ.સિંઘનું કહેવું છે કે કેસ વધી રહ્યા હોવા છતાં કોઈ નવી લહેર આવવાની કોઈ શક્યતા નથી. હાલમાં, કોરોનાના કેસ થોડા દિવસો સુધી વધશે અને પછી ઘટવા લાગશે. કેસોમાં વધારો એ ચિંતાનો વિષય નથી. માત્ર એટલું જ જરૂરી છે કે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના કેસમાં કોઈ વધારો ન થાય. હાલમાં મોટાભાગના દર્દીઓમાં કોવિડના માત્ર હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. ફક્ત કોવિડ પ્રોટોકોલનું પાલન કરો અને ખોરાકનું ધ્યાન રાખો.