ગુજરાતમાં રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ, 10.45 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

|

Apr 23, 2022 | 7:21 PM

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં દરેક પરીક્ષા કેન્દ્રના મુખ્ય દ્વાર પર જ ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઈસ સાથે પકડાશે તો ફોજદારી ગુનો દાખલ કરાશે. આ ઉપરાંત પેપરોના ટ્રેકિંગ માટે એક ખાસ એપ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તૈયાર કરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની(GSSSB)  બિન સચિવાલય ક્લાર્ક(Binsachivalay Clerk)  અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યા માટે રવિવારે પરીક્ષા (Examination) યોજાશે. જેમાં અંદાજે 10.45 લાખ ઉમેદવાર બેસશે. આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્રના મુખ્ય દ્વાર પર જ ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઈસ સાથે પકડાશે તો ફોજદારી ગુનો દાખલ કરાશે. આ ઉપરાંત પેપરોના ટ્રેકિંગ માટે એક ખાસ એપ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તૈયાર કરી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં ગેરરીતિને લઈ એકપણ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું નથી. આ ઉપરાંત જ્યાં અગાઉ સામૂહિક ચોરીની ફરિયાદ મળતી હતી ત્યાંના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે. તો ભાવનગર, મહેસાણા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પણ વાંચો :  Surat : 18થી 59 વર્ષના નાગરિકોમાં બુસ્ટર ડોઝની ટકાવારી માત્ર 0.6 ટકા, આળસ પડી શકે છે ભારે

આ પણ વાંચો : Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું, તબીબોએ ભારે જહેમત બાદ બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:18 pm, Sat, 23 April 22

Next Video